ત્રણ તલાક પછી જબરદસ્તી પત્ની સાથે બાંધ્યો સંબંધ

PC: ANI

ઉતર પ્રદેશના મુજફ્ફરનગરમાં એક પતિએ પત્નીને વિદેશથી વીડિયો કોલ કરીને ત્રણ તલાક આપી દીધા. એટલું જ નહિ ઘરે આવીને તેણે પોતાની પત્ની સાથે જબરદસ્તીથી સબંધ બાંધ્યો હતો એટલુ જ નહિ જયારે પત્ની ગર્ભવતી થઇ ત્યારે પતિએ પોતાના ભાઈ સાથે હલાલા કરવા માટે પત્નીને દબાણ કર્યું હતું.જયારે પત્નીએ તેનો વિરોધ કર્યો તો તેની પટ્ટા વડે મારપીટ કરવામાં આવી હતી અને વારંવાર તેની પર પોતાના ભાઈની સાથે શારીરિક સંબંધ બનાવવા માટે દબાણ કરવામાં આવતું હતું.આ મામલે પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ મામલો કોટવાલી ક્ષેત્રના સુજડૂ ગામનો છે.જ્યાં ઇદરીશ નામના વ્યક્તિએ પોતાની પુત્રી નુસરતના લગ્ન 7 ડીસેમ્બર 2017 ના રોજ મુજફ્ફરનગરના થાના નવી મંડીક્ષેત્રના કુકડા નિવાસી મહેબૂબ ખાન સાથે કરાવ્યા હતા.લગ્ન પછી નુસરતને તેના સાસરિયામાં પૈસા અને દહેજની માંગણીઓને લઈને હેરાન કરવામાં આવતી હતી.લગ્નના એક મહિના પછી નુસરતનો પતિ મહેબૂબ ખાન ધંધા અર્થે કતાર ગયો હતો ત્યાર બાદ તે થોડાક જ દિવસોમાં કતારથી ફ્રાંસ પહોંચી ગયો હતો.

 

પતિના વિદેશ ગયા પછી સાસરીયાવાળા નુસરતની સાથે મારપીટ કરવા લાગ્યા,જયારે નુસરતે પોતાની તકલીફો પોતાના પતિ મહેબૂબ ખાનને જણાવી તો તેના પતિએ તેને જ ખરી ખોટી સંભળાવી દીધી.25 જુલાઈ 2018 ના રોજ મહેબૂબે નુસરતને ફ્રાંસથી વીડિઓ કોલ કર્યો હતો અને કહ્યું હતું કે હું તને તલાક આપી રહ્યો છું.મૌલવીથી ફતવો લઇ લીધા પછી પણ મહેબૂબ ખાન પોતાની પત્ની નુસરત જહાંને પોતાના ભાઈની સાથે હલાલા એટલે કે શારીરિક સંબંધ બનાવવાં માટેનું દબાણ ફરમાવતો હતો જે નુસરત જહાંને મંજૂર ન હતું.હવે તે પોતાના ઘરે આવી ગઈ છે અને ન્યાય માંગી રહી છે.

પીડિત નુસરત અને તેના પરિવારજનોએ પોલીસ પાસે મદદની અપીલ કરી છે.જેમાં નુસરતે પોતાના પતિ,દેવર,નણદોઈ અને પોતાની સાસુ ઉપર શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાનો ખુલાસો કર્યો છે.પરંતુ પોલીસે હજુ સુધી કોઈ પણ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી નથી ઉલટાનું પીડિતા અને તેના પરિવારજનો ઉપર કેસ નોંધ્યો છે, વળી આ મામલામાં વરિષ્ટ પોલીસ અધિકારી સુધીર કુમારનું કહેવું છે કે મને આ કેસ અંગે કોઈ માહિતીજ નહોતી પણ મિડિયાના માધ્યમથી જાણકારી મળી છે.પીડિતાની ફરિયાદના આધારે આ કેસની તપાસ કરવામાં આવશે અને જે પણ તથ્યો સામે આવશે તેના આધારે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp