દર્દીની કિડનીમાંથી કાઢી 206 પથરી, 6 મહિનાથી થઈ રહ્યો હતો દુઃખાવો

PC: news18.com

હૈદરાબાદની અવેર ગ્લેનીગલ્સ ગ્લોબલ હૉસ્પિટલ (AGGH)મા એડમિટ એક દર્દીની કિડનીમાંથી 206 પથરીઓ (સ્ટૉન) કાઢવામાં આવી. દર્દીને 6 મહિના કરતા વધારે સમય સુધી કમરની ડાબી તરફ દુઃખાવો થઈ રહ્યો હતો, જે ઉનાળાના વધતા તાપમાનના કારણે હજુ વધી ગયું. ત્યારબાદ નલગોન્ડાના રહેવાસી વીરમલ્લા રામલક્ષ્મૈયાએ 22 એપ્રિલના રોજ અવેર ગ્લેનીગલ્સ હૉસ્પિટલનો સંપર્ક કર્યો. ડૉક્ટરોએ કીહોલ સર્જરી માટે કિડનીમાંથી પથરી હટાવી.

વીરમલ્લા રામલક્ષ્મૈયા એક સ્થાનિક ડૉક્ટર પાસે દવા લઈ રહ્યો હતો, જેથી તેને થોડા સમય માટે દુઃખાવાથી રાહત મળી જતી હતી. જોકે, દુઃખાવો તેની દિનચર્યાને પ્રભાવિત કરતો હતો અને તે પોતાના દૈનિક કામોને પણ સારી રીતે કરી શકતો નહોતો. હૉસ્પિટલના સીનિયર કન્સલટેન્ટ યુરોલોજિસ્ટ ડૉ. પૂલા નવીન કુમારે કહ્યું કે, ‘શરૂઆતી તપાસ અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેનમાં કેટલીક ડાબી કિડનીના કેલીકુલી (ડાબી તરફ કિડનીની પથરી)ની ઉપસ્થિતિની જાણકારી મળી અને CT KUB સ્કેનથી તેની પુષ્ટિ થઈ.’

ડૉક્ટરે કહ્યું કે, ‘દર્દીની કાઉન્સેલિંગ કરવામાં આવી અને તેને એક કલાક સુધી ચાલનારી કીહોલ સર્જરી માટે તૈયાર કરવામાં આવ્યો. સર્જરી દરમિયાન બધી 206 પથરી હટાવી દેવામાં આવી. સર્જરી બાદ દર્દી સંપૂર્ણ સાજો થઈ ગયો અને બીજા દિવસે હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. સર્જરી કરવામાં ડૉ. નવીન કુમાર, ડૉ. વેણુ મન્ને, સલાહકાર યુરોલોજિસ્ટ ડૉ. મોહન, એનેસ્થિસિયોલોજિસ્ટ, નર્સિંગ અને સપોર્ટ સ્ટાફના અન્ય સભ્યોનો સાથ મળ્યો.’

ડૉક્ટરે આગળ કહ્યું કે, ‘ઉનાળામાં વધારે તાપમાનમાં ઘણા લોકો શરીરમાં પાણીની અછતથી પીડિત રહે છે. આ કારણે કિડનીમાં પથરી બની શકે છે. ડૉક્ટરે સલાહ આપી કે, લોકોએ હાઇડ્રેટેડ રહેવા માટે વધારે પાણી અને થઈ શકે તો વધારે નારિયેળ પાણીનું સેવન કરવું જોઇએ. સાથે જ લોકો ભર તડકામાં મુસાફરી કરતા બચે કે ઓછી માત્રામાં કરે અને સોડા આધારિત પેયનું સેવન ન કરે. ડૉક્ટરોનું કહેવું છે કે સોડા બેઝ્ડ ડ્રિંક્સ પણ શરીરને ડિહાઇડ્રેટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp