ફાઇનલી ભારતમાં નવી Santro થઇ લોન્ચ, કિંમત જાણીને ખુશ થઇ જશો તમે

PC: twitter.com/HyundaiIndia

Hyundaiએ પોતાની વખણાયેલી નવી Santroને ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ તેની શરૂઆતની કિંમત 389900 રૂપિયા (એક્સ શોરૂમ-દિલ્હી) નક્કી કરી છે. આ નવી કારને મોડર્ન સ્ટાઈલિશ ટોલબોય ડિઝાઈન, પ્રીમિયમ કેબિન, નવી ટેકનોલોજી, સારૂ પરફોર્મન્સ અને પહેલાથી પણ વધુ સારા સેફ્ટી ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. આ કારને ખાસ કરીને ફેમિલી બાયર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ નવી કાર 7 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે. જેમાં 2 નવા કલર ઓપ્શન-ઈમ્પીરિયલ બીજ અને ડાયના ગ્રીન સામેલ છે.

નવી Santroની ડિઝાઈનની થીમ Rhythmical Tension પર આધારિત છે. જે આ મોડર્ન અપીલની સાથે સુંદર અને સ્પોર્ટી ઈમેજ આપે છે. આ કારનાં એક્સટીરિયરની વાત કરીએ તો તેને Hyundaiની ઓળખ મનાતા કાસ્કેડ ગ્રિલ વિથ ક્રોમ સર ઈન્સ્પાયર્ડ છે. સાથે જ નવા ફોગ લેમ્પ એ રીતે લગાવવામાં આવ્યા છે, જે તેને સ્પોર્ટી લુક આપે છે.

આ કારમાં રહેલી ટેકનોલોજીની વાત કરીએ તો તેમાં 17.64 cm ટચ સ્ક્રીન, ઓડિયો-વીડિયો સિસ્ટમ આપવામાં આવી છે. આ મલ્ટી-મીડિયા સિસ્ટમમાં એન્ડ્રોઈડ ઓટો, એપલ કારપ્લે, મિરર લિંક અને આઈબ્લૂ સ્માર્ટફોન એપ સપોર્ટની સાથે વોઈસ રેકોગ્નાઈઝેશન ફંક્શન આપવામાં આવ્યુ છે.

સેફ્ટી માટે તેમાં EBDની સાથે ABS, ડ્યૂઅલ ફ્રન્ટ એરબેગ, ઈમ્પેક્ટ સેન્સિંગ, ઓટો ડોર લોક, રિયર પાર્કિંગ સેન્સર અને સ્પીડ સેન્સિંગ ઓટો ડોર લોક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. નવી Santroના પાવર સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 4 સિલિન્ડર 1.1 પેટ્રોલ એન્જિન સાથે આપવામાં આવ્યુ છે. આ એન્જિન 69psનો પાવર જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે આ એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. સાથે જ બે વેરિયન્ટમાં Smart AMTનો ઓપ્શન પણ અવેલેબલ છે. ગ્રાહકોને આ કારની સાથે CNGનો પણ ઓપ્શન મળશે. કંપનીનો દાવો છે કે તેની માઈલેજ 20.3 kmpl છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp