1992માં સચિનની બેટિંગની નકલ કરવાનો પ્રયત્ન કરતો હતો સેહવાગ, પોતે જ કર્યો ખુલાસો

PC: timesnownews.com

શું તમે વિશ્વાસ કરી શકો છો કે ભારતીય ટીમનો સૌથી વિસ્ફોટક બેટ્સમેન કહેવાતો વિરેન્દર સેહવાગ એક સમયે પોતાની બેટિંગ સુધારવા માટે સચિન તેંદુલકરની નકલ કરતો હતો? વિરેન્દર સેહવાગે પોતે જ આ વાતનો ખુલાસો કર્યો છે. થોડા વર્ષો પહેલા સુધી આ બંનેની ઓપનિંગ જોડી ખૂબ જ ખતરનાક માનવામાં આવતી હતી અને જ્યારે બંને સાથે ઉતરતા હતા તો ઘણી વખતે વિરેન્દર સેહવાગનો સ્કોર સચિનથી વધારે રહેતો હતો, પરંતુ વિરેન્દર સેહવાગ માને છે કે સચિન હંમેશાંથી જ તેના આદર્શ રહ્યા છે અને તેને સચિનની જેમ શોટ મારવાના પસંદ હતા.

બુધવારે વિરેન્દર સેહવાગે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે 1992ના વર્લ્ડ કપથી સચિનને ટી.વી. પર રમતા જોઈ રહ્યો હતો અને ત્યારથી તેમની (સચિન તેંદુલકરની) કોપી કરવાનો પ્રયત્ન કરતો હતો. ક્રિકેટ મેદાન પર રમવામાં આવે છે, પરંતુ વીડિયોને જોઈને ઘણું બધુ શીખી શકાય છે જો હું પોતાનું ઉદાહરણ આપું તો મેં 1992ના વર્લ્ડ કપથી ક્રિકેટ જોવાની શરૂઆત કરી દીધી અને એ સમયે હું સચિનની બેટિંગ જોઈને તેની નકલ કરવાનો પ્રયાસ કરતો હતો. ખાસ કરીને તે કઈ રીતે સ્ટ્રેટ ડ્રાઈવ લગાવતા હતા કે બેકફૂટ પંચ મારતા હતા.

તેણે કહ્યું કે મેં વર્ષ 1992મા ટી.વી. પર જોઈને ઘણું બધુ શીખ્યું. ભારતીય પૂર્વ ઓપનર વિરેન્દર સેહવાગે ક્રિકગુરુ એપના સહ સંસ્થાપક સંજય બાંગડ સાથે એપ લોન્ચના અવસર પર વાતચીત કરવા દરમિયાન આ બધુ કહ્યું હતું. વિરેન્દર સેહવાગે કહ્યું કે અમારા સમયમાં એવી સુવિધાઓ નહોતી કે કોઈ સાથે ઓનલાઇન વાત કરીને કે વીડિયો સબસ્કાઇબ કરીને શીખી શકાય. જો એમ થતું તો હું જરૂર કરતો અને સારું શીખી શકતો. રમતના માનસિક અને ટેક્નિકલી બંને પાસાઓ પર જોર આપતા વિરેન્દર સેહવાગે કહ્યું કે માનસિક પાસું મહત્ત્વનું છે અને અમે તેને જ ધ્યાનમાં લઈને આ એપ લોન્ચ કરી છે. ત્યારબાદ અમે ક્રિકેટની ટેક્નિક પર વાત કરીશું.

વિરેન્દર સેહવાગે ભારત માટે 104 ટેસ્ટમાં 49.3ની એવરેજ અને 82.2ની એવરેજથી 8,586 રન બનાવ્યા છે જેમાં તેણે 23 સેન્ચુરી અને 32 હાફ સેન્ચુરી લગાવી છે. તો તેણે બોલિંગ કરતા 40 વિકેટ પણ લીધી છે. તેણે 251 વન-ડે મેચમાં 35.0ની એવરેજ અને 104.3ની સ્ટ્રાઈક રેટથી 8273 રન બનાવ્યા છે જેમાં તેણે 15 સેન્ચુરી અને 38 હાફ સેન્ચુરી લગાવી છે તો તેણે વન-ડેમાં 96 વિકેટ પણ લીધી છે. ભારત માટે 19 ટેસ્ટ રમી ચૂક્યો છે. જેમાં તેણે 21.9ની એવરેજ અને 145.4ની સ્ટ્રાઇક રેટથી 394 રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp