સુરેશ રૈનાએ ખોલ્યું સંન્યાસનું રહસ્ય, બોલ્યો- દેશ પહેલા હું ધોની માટે રમતો

PC: indiatoday.in

15 ઑગસ્ટ 2020નો દિવસ કોઈ પણ ભારતીય ક્રિકેટ ફેન્સ ક્યારેય નહીં ભૂલી શકે. સ્વતંત્રતા દિવસની સાંજે ભારતીય ક્રિકેટના ઇતિહાસના સૌથી સફળ કેપ્ટનસમાંથી એક એક વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી પોતાના સંન્યાસની જાહેરાત કરી હતી. ક્રિકેટ ફેન્સ તેના આ નિર્ણયથી હજુ બહાર પણ આવ્યા નહોતા કે થોડા સમય બાદ જ તેની સાથે લાંબા સમયથી રમતા બેટ્સમેન સુરેશ રૈનાએ પણ પોતાના સંન્યાસની જાહેરાત કરી દીધી હતી.

સુરેશ રૈનાની ઉંમર એ સમયે 33 વર્ષની હતી. જો કે ભારતીય ટીમ સાથે તે આ પહેલા ઘણા લાંબા સમયથી બહાર ચાલી રહ્યો હતો, પરંતુ તે મહેન્દ્ર સિંહ ધોની સાથે એ સમયે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમનો એક મહત્ત્વનો હિસ્સો હતો. સુરેશ રૈનાએ પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ વર્ષ 2018માં ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમાયેલી વન-ડે સીરિઝ દરમિયાન રમી હતી. હવે સુરેશ રૈનાએ ધોનીના થોડા સમય બાદ જ પોતાના ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના નિર્ણયનું કારણ પણ જણાવ્યું છે. સુરેશ રૈનાએ સ્પોર્ટ્સ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે, મને સાથે ઘણી ક્રિકેટ રમી છે.

હું પોતાને આ મામલે ભાગ્યશાળી માનું છું કે મને મહેન્દ્ર સિંહ ધોની સાથે ભારત અને ચેન્નાઈ સુપર કિંગ્સમાં એક સાથે રમવાનો ચાંસ મળ્યો. તેણે આગળ કહ્યું કે, હું ગાઝિયાબાદથી આવું છું અને ધોની રાંચીથી. હું પહેલા ધોની માટે રમુ છું અને અને પછી દેશ માટે. અમે સાથે ઘણી મહત્ત્વની ફાઇનલ મેચ રમી છે, જેમાં વર્લ્ડ કપથી લઈને IPL સુધી સામેલ છે. તે એક શાનદાર લીડર હોવા સાથે એક સારા વ્યક્તિ પણ છે. સુરેશ રૈનાના ઇન્ટરનેશનલ કરિયર પર નજર નાખવામાં આવે તો તે એક શાનદાર બેટ્સમેન હોવા સાથે એક શાનદાર ફિલ્ડર હતો.

એ સિવાય તે પહેલો એવો ભારતીય ખેલાડી પણ બન્યો જેના નામે ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સદી બનાવવાનો રેકોર્ડ નોંધાયો હતો. સુરેશ રૈનાએ વર્ષ 2021માં પોતાની છેલ્લી IPL સીઝન રમી હતી. ત્યારબાદ વર્ષ 2022ની IPL સિઝનની ઓક્શન માટે તેણે પોતાનું નામ લખ્યું હતું, પરંતુ જ્યારે કોઈ પણ ટીમે ન ખરીદ્યો તો તેણે પોતાના IPLમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી. સુરેશ રૈનાના નામ પર 5 વન-ડે સદી સિવાય ટેસ્ટ અને T20માં 1-1 સદી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp