ક્રિકેટના નિયમમાં કરાયો બદલાવ, હવે સબ્સ્ટીટ્યૂટ ખેલાડી પણ કરશે બેટિંગ-બોલિંગ

PC: tosshub.com

ICC વર્લ્ડ કપ પૂર્ણ થવાની સાથે ક્રિકેટમાં મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. ICCએ સબ્લિટ્યૂટ ખેલાડી સાથે સંકળાયેલા નિયમમાં સંશોધનને મંજૂરી આપી દીધી છે. આ નિયમ અનુસાર, જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થયા તો તેની જગ્યાએ બીજો ખેલાડી ટીમમાં સામેલ કરી શકાશે. તે બોલિંગ, બેટિંગ અને વિકેટકીપિંગ પણ કરી શકશે. આ ખેલાડીઓને કન્કશન સબ્સિટ્યૂટ કહેવામાં આવશે. આ નિયમ ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાની વચ્ચે 1 ઓગસ્ટે રમાનારી એશિઝ સીરિઝથી લાગુ થશે.

લંડનમાં આયોજિત ICCની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં ગુરુવારે આ નિયમ લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ નિયમ ઈન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં લાગૂ થશે. કન્કશન સબ્સિટ્યૂટને મેદાન પર ઉતારવાનો નિર્ણય મેચ રેફરી કરશે. નિયમમાં સ્પષ્ટ છે કે, જેવો ખેલાડી ઈજાગ્રસ્ત થાય, તેને મળતો આવતો ખેલાડી જ ટીમમાં લઈ શકાય છે. જેમ કે સ્પેશિયાલિસ્ટ બેટ્સમેનની જગ્યાએ બેટ્સમેન કે પછી બોલરની જગ્યાએ બોલર.

ICCએ કહ્યું, કન્કશન સબ્સિટ્યૂટ પર નિર્ણય ટીમ મેડિકલ રિપ્રેઝન્ટેટિવ લેશે. તેને મેચ રેફરી જ અપ્રૂવ કરશે. ICCની બેઠકમાં કન્કશન સબ્સિટ્યૂટ માત્ર ટેસ્ટમાં લાગૂ કરવાની ચર્ચા થઈ રહી હતી, પરંતુ અંતમાં તેને તમામ ફોર્મેટમાં લાગૂ કરવામાં આવ્યો. સાથે જ તે મહિલા ક્રિકેટમાં પણ લાગૂ થશે. હાલ આ નિયમને બે વર્ષ માટે જ લાગૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ રિવ્યૂના આધારે જ આગળ વધવામાં આવશે.

જણાવી દઈએ કે, હાલના નિયમ અનુસાર, જો હાલ કોઈ બેટ્સમેન અથવા બોલર ઈજાગ્રસ્ત થાય તો તે મેદાનમાંથી બહાર જઈ શકે છે. તેની જગ્યાએ બીજો ખેલાડી મેદાનમાં આવે છે. પરંતુ બીજા ખેલાડીને માત્ર ફિલ્ડીંગ કરવાની છૂટ હોય છે. તે ઈજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ બેટિંગ કે બોલિંગ નથી કરી શકતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp