ICC T-20ની રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો ખરાબ દેખાવ, રેન્કિંગમાં પાછળ

PC: gqindia.com

અફગાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ ટી-20 સીરિઝ પૂરી થયા પછી ICCએ T-20 માટે રેન્કિંગ બહાર પાડી છે. રેન્કિંગ અનુસાર ભારતીય ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્મા અને લોકેશ રાહુલને નુકસાન પહોંચ્યું છે. બેટિંગની રેન્કિંગમાં રોહિત શર્મા 673 અંકની સાથે 8માં નંબરે પહોંચી ગયો છે. તો લોકેશ રાહુલ 663 અંકની સાથે 9માં નંબરે પહોંચી ગયો છે.

બોલિંગની રેન્કિંગની વાત કરીએ તો તેમાં પણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પાછા પજ્યા છે. ભારતનો કોઈ પણ બોલર ટોપ 10માં પોતાનું સ્થાન બનાવી શક્યો નથી. બોલિંગની રેન્કિંગમાં અફઘાની બોલરોનો દબદબો રહ્યો છે. રાશિદ ખાન 759 અંકની સાથે ટોચના સ્થાને કાયમ છે તો મજીબ રહેમાન 6ઠ્ઠા સ્થાનેથી 742 અંકની સાથે બીજા નંબરે પહોંચી ગયો છે.

કુલદીપ યાદવ બોલરોની રેટિંગમાં 13માં સ્થાને છે. ટોપ-20 બોલરોમાં ભારતનો માત્ર એક જ બોલર છે. તેના સિના. ઓલરાઉન્ડરની રેન્કિંગમાં અફગાનિસ્તાનના જ ઓલરાઉન્ડર મોહમ્મદ નબી 319 અંકની સાથે પહેલા સ્થાને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp