બાંગ્લાદેશ સામેની વધુ એક હાર ટીમ ઈન્ડિયાના નામ પર જોડી દેશે આ શરમજનક રેકોર્ડ

PC: ohmycricket.in

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વનડેની સીરિઝની બીજી મેચ શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં મંગળવારે રમવામાં આવશે. સીરિઝની પહેલી મેચમાં મળેલી હાર પછી ટીમ ઈન્ડિયા માટે આ મેચ ધણી મહત્વની થઈ ગઈ છે. સીરિઝમાં બનેલા રહેવા માટે ટીમ ઈન્ડિયાએ આ મેચ કોઈ પણ કિંમતે જીતવી જ પડશે. પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ 1 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં જો ટીમ ઈન્ડિયા હારી જાય છે તો તેમણે આ સીરિઝની સાથે સાથે અન્ય એક શરમજનક રેકોર્ડનો સામનો પણ કરવો પડશે.

અસલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી પહેલી વનડેમાં બાંગ્લાદેશની જીતથી તેમણે સીરિઝમાં 1-0થી આગળ છે. જો ટીમ ઈન્ડિયા આ મેચ હારી જાય છે તો તેણે બાંગ્લાદેશમાં સીરિઝ જીતવા માટે ફરીથી વર્ષોની રાહ જોવી પડશે. તમને એ જાણીને હેરાની થશે કે ભારતે 8 વર્ષ પહેલા બાંગ્લાદેશમાં કોઈ સીરિઝ જીતી હતી. વર્ષ 2014માં બંને ટીમો વચ્ચે રમાયેલી વનડે સીરિઝને ભારતે 2-0થી પોતાને નામ કરી હતી. તેના એક વર્ષ પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એક સીરિઝ રમાઈ હતી. તેમાં ટીમ ઈન્ડિયાએ 2-1ના અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ સીરિઝ પછી ટીમ ઈન્ડિયા આ વર્ષે બાંગ્લાદેશનો પ્રવાસ કરી રહી છે. તેવામાં જો ભારત મેચ હારી જાય છે તો તેની 8 વર્ષની રહ ચાલુ રહેશે. ભારત અને બાંગ્લાદેશની વચ્ચે પહેલી વનડે ઘણી રોમાંચક રહી હતી. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરીને ભારતીય ટીમે 41.2 ઓવરમાં 186 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કેએલ રાહુલ 73 વર્ષની ઈનિંગ રમી હતી.

187 રનનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમે 136ના સ્કોર પર 9 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ બાંગ્લાદેશના મેહદી હસને ક્રિઝ પર રહ્યો અને ટીમને 46મી ઓવરમાં જ મેચ જીતાડી દીધી હતી. આ ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી બ્રેક પછી કમબેક કરવાના છે. જ્યારે સૂર્યકુમાર યાદવને આરામ આપવામાં આવ્યો છે. અને ફોર્મમાં નહીં ચાલી રહેલા ઋષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp