રસ્તાના રાજકારણમાં આંકડાની ભ્રમજાળ

PC: wikimedia.org

ભાવનગર ખાતે રૂ. 820 કરોડના ખર્ચે બનનાર નારીથી અધેલાઈ સુધી બનનાર નેશનલ હાઇ-વે નંબર 751 સેક્શનને ચાર માર્ગીય કરવાના કાર્યનો શીલાન્યાસ ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ કર્યો હતો. આ રોડ બનવાથી ભાવનગર-અમદાવાદનુ અંતર 30 કિ.મી. જેટલું ઘટી જશે. વાહનોનું કરોડો રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ બચી જશે. વર્ષ 2017-18માં દેશમાં 9,800 કિ.મી. રસ્તાઓનું અને વર્ષ 2018-19મા 16,000 કિ.મી. રસ્તાઓનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. આગામી વર્ષોમાં દેશના તમામ ગામોને સાંકળી લઈ 60,000 કિ.મી.ના ગ્રામીણ માર્ગો બનાવવામાં આવશે. આ ચાર માર્ગીય રસ્તાના નિર્માણથી અમદાવાદ-ભાવનગર અને ધોલેરા સ્પેશિયલ ઇન્વેટમેન્ટ રિજિયન વચ્ચેનો સંપર્ક વધુ સરળ બનશે.

CM વિજય રૂપાણીની જાહેરાત

બગોદરાથી ભાવનગરનો રસ્તો ચાર માર્ગીય બનાવવાની જાહેરાત મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. કેશુભાઈ પટેલે 1995મા ગોકૂળિયા ગામની યોજના દ્વારા ગામોને શેરીઓને જોડતા RCC રોડ બનાવવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે રૂ. 8 હજાર કરોડના રસ્તાઓ સહિત ગુજરાતના રેલ્વે ટ્રાફીકને ધ્યાનમાં લઈ તેને ઓવરબ્રિજથી સાંકળવાનું આયોજન કર્યું છે.

માંડવીયાએ કઈ રીતે રસ્તાનો હિસાબ માંડ્યો

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ, શિક્ષણ તથા કેમિકલ ફર્ટિલાઇઝર રાજ્યમંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું કે, આઝાદીથી અત્યાર સુધી દેશમાં 98 હજાર કિ.મી.ના રસ્તાનું નિર્માણ થયું હતું. જ્યારે છેલ્લા આઠ વર્ષમાં જ દેશમાં 1 લાખ કિ.મી.ના રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે. દેશમાં રોજના 88 કિ.મી.ના હાઇ-વે તથા 134 કિ.મી.ના ગામડાના રસ્તા રોજ નિર્માણ પામે છે.

આ હિસાબે એક વર્ષમાં 81,030 કિ.મી.ના રસ્તા બન્યા હોવા જોઈએ. રોજના 222 કિ.મી.ના રસ્તા બને છે એવો દાવો માંડવીયાએ કર્યો તે ખોટો સાબિત થાય છે. તેમના આંકડા કોઈ રીતે માની શકાય તેમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp