ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા પદ્ધતિમાં કર્યો આ મહત્ત્વનો બદલાવ

PC: news24online.com

ગુજરાત યુનિવર્સિટીની કોલેજોની પરીક્ષા પદ્ધતિમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યો છે જે રાજ્યની અન્ય યુનિવર્સિટીઓ માટે માર્ગદર્શકરૂપ હશે. આ યુનિવર્સિટીની ગ્રેજ્યુએશનની પરીક્ષામાં હવે માત્ર અઢી કલાકનું પેપર રહેશે જે પહેલાં ત્રણ કલાકનું રાખવામાં આવતું હતું, કારણ કે યુનિવર્સિટી 70 માર્ક્સની પરીક્ષા લેતી હોય છે તેથી પરીક્ષાના સમયમાં અડધો કલાકનો સમય ઘટાડવામાં આવ્યો છે.

પ્રશ્નપત્રમાં પણ યુનિવર્સિટીએ ફેરફારો કર્યા છે. પ્રશ્નપત્રમાં હવે પાંચને બદલે માત્ર ચાર પ્રશ્નો જ પૂછવામાં આવશે. ચાલુ શૈક્ષણિક સત્રથી જ પરીક્ષાની આ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવશે. યુનિવર્સિટીએ ચાલુ વર્ષથી જ B.A., B.Com. અને B.Sc.ની પરીક્ષા પદ્ધતિમાં આ ફેરફાર કર્યો છે. કોલેજ શિક્ષણને વધારે ટેકનોલોજી સભર બનાવવાનો પણ યુનિવર્સિટીનો પ્રયાસ છે. યુનિવર્સિટીના આદેશની જાણ ત્રણેય ફેકલ્ટીની કોલેજોને કરી દેવામાં આવી છે.

અમદાવાદ સહિત તેની આસપાસના વિસ્તારમાં આવેલી 400થી વધુ કોલેજોને આ પરીક્ષા પદ્ઘતિ લાગુ પડશે. આ યુનિવર્સિટી સાથે સવા બે લાખ વિદ્યાર્થીઓ સંકળાયેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp