અમદાવાદનો આ યુવક ખોટા નામ રાખી કરતો લગ્ન, ત્રીજા લગ્ન પહેલા ભાંડો ફૂટ્યો

PC: news18.com

અમદાવાદમાં લગ્ને-લગ્ને કુંવારા પતિનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિએ પોતાના નામ બદલીને બે વખત લગ્ન કર્યા હતા. બંને પત્નીઓએ પણ આ બાબતે જાણ ન હોતી. પણ ત્રીજા લગ્ન કરવા જતા સમયે યુવતીને હકીકત જાણવા મળતા તેને લગ્ન માટે મનાઈ કરી હતી અને સમગ્ર ઘટનાની જાણ યુવકની પહેલી પત્નીને કરી હતી. તેથી તે ચોંકી ગઈ હતી અને તેને પતિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પહેલી પત્ની સાથે લગ્ન બાદ બે સંતાનો હોવા છતાં પણ તે યુવક ત્રીજા લગ્ન કરવા માટે તૈયાર હતો.

રિપોર્ટ અનુસાર અમદાવાદમાં વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી રાધા નામની મહિલાએ પતિ સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીથી લગ્ન કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાઓની ફરિયાદના આધારે રાજેશ નામના ઇસમની ધરપકડ કરી હતી. રાજેશ સામે પત્નીએ અન્ય યુવતીઓ સાથે નામ બદલીના લગ્ન કર્યા હોવાના આક્ષેપ કર્યા છે. પણ ત્રીજા લગ્ન પહેલા તેનો ભાંડો ફૂટી ગયો હતો. રાધાએ પતિ રાજેશ સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તે મૂળ જૂનાગઢની છે. તેના લગ્ન 14 ડિસેમ્બર 1999માં થયા હતા. તે સમયે રાજેશે પોતાન ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને લગ્ન કર્યા હતા.

રાધાના લગ્ન રાજેશ સાથે થયાને 21 વર્ષ થયા છે. 21 વર્ષના લગ્ન જીવનમાં તેને બે સંતાનો છે. રાધાની સાથે 21 વર્ષના લગ્ન જીવનમાં પણ રાજેશે પહેલી પત્નીની જાણ બહાર તેનાથી 10 વર્ષ નાની યુવતીની સાથે લગ્ન કરી લીધા હતા. બીજા લગ્ન કરવા માટે પણ રાજેશે નામ બદલ્યું હતું. રાજેશે ઇન્દોરમાં રહેતી પ્રિયંકા નામની યુવતીની સાથે પોતાનું નામ રાહુલ દર્શાવીને ખોટા ડૉક્યુમેન્ટ ઉભા કરીને લગ્ન કર્યા હતા. બીજા લગ્ન પછી રાજેશે મેટ્રો મોનિયલ સાઈટ પર પોતાનું નામ બદલીને એક નવું ID બનાવ્યું હતું. ત્યારબાદ તેને અમદાવાદની ગરિમા નામની યુવતી સાથે લગ્ન કરવાની નક્કી કર્યું હતું.

લગ્ન માટે ગરિમા રાજેશને મળી હતી. પણ ગરિમાને જાણવા મળ્યું હતું કે, રાજેશના પહેલા લગ્ન થઈ ગયા છે અને તેને પહેલી પત્નીને અંધારામાં રાખીને બીજા લગ્ન કર્યા છે અને હવે તે ત્રીજા લગ્ન કરવા માટે જઈ રહ્યો છે. તેથી ગરિમાએ રાજેશની સાથે લગ્ન કરવા માટેની મનાઈ કરી હતી અને ત્યારબાદ ગરિમાએ સમગ્ર ઘટનાની જાણ રાજેશની પહેલી પત્ની રાધાને કરી હતી. તેથી રાધાએ સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રાજેશ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાજેશની ધરપડક કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp