અમદાવાદમાં કાલુ ગરદનનો આતંક, લોકોને દુકાન બંધ નહીં કરે તો કાપી નાંખવાનું કહ્યું

PC: news18.com

અમદાવાદમાં ફરી એકવાર ખંડણીખોર અને બુટલેગર કાલુ ગરદનનો આતંક સામે આવ્યો છે. કાલુ ગરદને બજારમાં નીકળીને દુકાનદારોને દુકાન બંધ નહીં કરવા પર કાપી નાંખવાની ધમકી આપી તેના સાગરીતો સાથે મળીને બે લોકો પર તલવારથી હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને કાલુ ગરદન સહિત ચાર લોકોની સામે ગુનો દાખલ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ફરી એક વાર બુટલેગર કાલુ ગરદન અને તેના સાગરીતોનો આતંક સામે આવ્યો છે. કાલુ ગરદન તેના સગીરીતો સરફરાઝ લાલપ અને બે અન્ય સામે i20 કારમાં આવેલીને જુહાપુરા વિસ્તારમાં દુકાનો બંધ કરાવવા માટે નીકળ્યો હતો. તેને દુકાનદારોને ધમકી આપી હતી કે, જો તેઓ દુકાન બંધ નહીં કરે તો તેને કાપી નાંખશે. બુટલેગર કાલુ ગરદનની આ ધમકીથી દુકાનદારો પોતાની દુકાનો બંધ કરવા લાગ્યા હતા.

લોકોને ધમકાવતા સમયે કાલુ ગરદને એક પાન પાર્લરમાં રહેલા વ્યક્તિની સાથે બોલાચાલી કરી હતી. આ બોલાચાલીમાં ઉગ્ર બનેલા કાલુ ગરદન અને તેના સગીરીતોએ પાન પાર્લરનો માલિક અનીષ અને અન્ય એક વ્યક્તિ પર તલવાર અને ધારિયા જેવા હથીયારો સાથે હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે વેજલપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે ખસેડીને કાલુ ગરદન સહિત તેના સાગરીતોની સામે હત્યાના પ્રયાસનો ગુનોદાખલ કરીને તેની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, કાલુ ગરદનની ક્રાઈમ બ્રાંચ અને વેજલપુર પોલીસે મારામારી, પ્રોહીબીશન અને ધમકીની ગુનામાં અગાઉ પણ ધરપકડ કરી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp