ગુજરાતના આ જિલ્લામાં ખેતરમાં ઇયળો ફરી વળવાને કારણે ખેડૂતોને લાખોનું નુકશાન

PC: twitter.com

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કમોસમી વરસાદને કારણે જગતના તાત ખેડુતોની હાલત કફોડી થયેલી જ હતી તેમાં વરસાદ પછી ખેતરોમાં ઇયળો ફરી વળવાને કારણે આખા ખેતરો સાફ થઇ ગયા છે અને લાખો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે. ખેડુતોનું કહેવું છે કે એટલું મોટું નુકશાન થઇ રહ્યું છે કે અમારે ગળે ટુપોં ખાવાની નોબત આવી ગઇ છે. ખેડુતોએ વિનંતી કરી છે સરકાર અમારી સમસ્યા પર ધ્યાન આપે અને દવાનો છંટકાવ કરે. ઇંયળોને કારણે સૌથી વધારે માર બનાસકાંઠા જિલ્લાના ખેડુતોને થઇ રહ્યું છે. ઇયળને કારણે ખેડુતોના બાજરી, એરંડા જેવા અનેક પાકોને નુકશાન થઇ રહ્યું છે.

બનાસકાંઠાના મોટાભાગના લોકો ખેતી અને પુશપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેડુતો દર વર્ષે કોઇકને કોઇક આફતોનો સામનો કરી રહ્યા છે. બેમાં વર્ષે તીડના ત્રાસને કારણે ખેડુતો પરેશાન થઇ ગયા હતા આ વખતે ઇયળને કારણે ખેતરમાં આખો ઉભો પાક નાશ થઇ રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલા કાંકરેજ, નાનોટા ગામ સહિત આજુબાજુના અનેક ગામોમાં ભરઉનાળે માવઠાને કારણે ખેતરોમાં અચાનક  ઇયળનો ઉપદ્રવ વધી ગયો છે. ખેડુતોનું કહેવું છે કે ઇયળોને કારણે એરંડા, તમાકુ, બાજરીનો પાક નાશ થઇ ગયો છે.

બનાસકાંઠાના ખેડુતોએ કહ્યું કે વર્ષ 2021માં તીડનો ઉપદ્રવ વધી ગયો હતો તેને કારણે જીરૂ, મગફળી, બટાટાના પાકને મોટું નુકશાન અમે ભોગવ્યું હતું. હવે કમોસમી વરસાદમાં તો નુકશાન થયું છે પરંતુ ઇયળો અમારા ખેતરોમાં ફરી વળી છે અને આખે આખા ખેતરને બરબાદ કરી રહી છે.

બનાસકાંઠાના એક મહિલા ખેડુતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે આ ઇયળોએ એટલો ત્રાસ વર્તાવ્યો છે કે આખે આખા ખેતરો સાફ કરી નાંખ્યા છે. બાજરી અને પશુનો ઘાસચારો પણ સાફ કરી નાંખ્યો છે. ઘરમાં લોટ બનાવીએ તો એમાં પણ ઇયળો ચઢી જાય છે, બાળકોના શરીર પર પણ ઇયળો ફરવા માંડે છે. અમે ઇયળોના ઉપદ્રવથી પરેશાન થઇ ગયા છે. એરંડામાં પણ જીવાતો ઘુસી ગઇ છે. અમારે અત્યારે ખાવા ખાવાના ફાંફા પડી રહ્યા છે.

ખેડુતોની સરકારને માંગણી છે કે ખેતરોમાં તાત્કાલિક દવાનો છંટકાવ કરે તો અમને આ મુશ્કેલીમાંથી રાહત મળી શકે છે. કમસોમી વરસાદને કારણે અમને પહેલેથી જ મોટું નુકશાન થયેલું છે તેમાં ઇયળને કારણે અમને લાખો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp