ગુજરાતમાં આ જગ્યાએ ભાજપે જ એકતા યાત્રાનો બહિષ્કાર કર્યો

PC: facebook.com/gujaratinformation.official/

23 સિંહના મોત થતાં ગીરના કિનારા પર આવેલા ધારી શહેરના લોકોએ વન વિભાગની નિષ્કાળજી સામે વિરોધ કરવા માટે સમગ્ર દેશમાં પ્રથમ વખત આવું બન્યું હતું કે બંધ પાળીને સિંહોને શ્રદ્ધાંજલિ આપી હતી. જે વન વિભાગના તુંડમીજાજી અધિકારીઓને પસંદ આવ્યું ન હતું. તેથી ધારીની આસપાસનો વિસ્તાર ઇકોસેન્સેટીવ ઝોનમાં મૂકી દીધો છે. આમ થતાં હવે ધારીના ખેડૂતો અને લોકો તથા હોટેલ માલિકો પરેશાન થશે.

બંધની સજા

તાજેતરમાં મરેલાં 23 સિંહોના મોતની તપાસ થાય ને જવાબદાર વનવિભાગના અધિકારીઓ સામે કડક પગલાં લેવા માટે ગુજરાત સરકાર પર દબાણ લાવવા માટે ધારી શહેર અને આસપાસના ગામોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. 23 સિંહોને શ્રદ્ધાંજલિ અપાય એ માટે ગામ બંધ રાખ્યું પણ એનું પરિણામ સરકારને વન વિભાગ દ્વારા ઇકો ઝોનને કડક બનાવવામાં આવ્યો છે.

મકાન પણ નહીં બને

ધારીની આસપાસ ખેડૂતો હવે તેના જ ખેતરમાં કોઈ બીજું કામ નહીં કરી શકે. રહેવા માટે મકાન પણ નહીં બનાવી શકે. વળી, ચાલતી હોટેલ કે રેસ્ટોરાંને બંધ કરી દેવી પડશે. સોમવારથી અહીં કેટલી હોટેલો છે તે અંગે સરવે શરૂ કરવામાં આવ્યો છે.

ભાજપે એકતા યાત્રા અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા એલાન આપ્યું

આ બાબતને ધ્યાનમાં લઈને 22 ઓક્ટોબર 2018ના રોજ મોટી સંખ્યામાં વેપારીઓ અને ભાજપ તથા કોંગ્રેસ એવા તમામ રાજકીય પક્ષના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં ધારીના લોકો એકતા યાત્રાનો બહિષ્કાર કરશે એવું નક્કી કરાયું હતું. ભાજપ પણ એકતા યાત્રાનો બહિષ્કાર કરશે એવું જાહેર કરાયું છે. જો ઇકોસેન્સેટીવ ઝોન વધુ કડક કરાશે તો ભાજપના આગેવાનો લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે.

આંબરડી સફારી પાર્ક જ્યારથી શરૂ થયો છે તે બદનામ થાય અને તેનું વ્યવસ્થા તંત્ર પડી ભાંગે તે માટે અહીંના ખાનગી સફારી પાર્ક ધરાવતાં વગદાર લોકો પ્રયાસો કરી રહ્યાં છે.

ઇકો સેન્સેટીવ ઝોન ઘટાડો

હવે અહીંના લોકો માંગણી કરી રહ્યાં છે કે ઇકોસેન્સેટીવ ઝોન હઠાવો. તમે સિંહને સાચવી શકતાં નથી તે તમારી નિષ્ફળતા છે, તેમાં અમારો શું વાંક એવું વન વિભાગને સ્પષ્ટ પણે કહી રહ્યાં છે. ઇકોસેન્સેટીવ ઝોનના કાયદો અન હદ ઓછી ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને કોર્ટમાં પડકારવામાં આવશે.

9 ઓક્ટોબર 2018મા ધારીએ બંધ પાડ્યો હતો

ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં વાઇરસ, ઈન્ફેકશનથી 23 સિંહને યોગીજી ચોક ખાતે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર ધારીએ સજ્જડ બંધ પાળ્યો હતો. સિંહો માટે બંધ પાળવાની અપીલ કરનાર બજરંગ ગૃપને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. ભવિષ્યમાં આવા બનાવો ન બને તેવી તકેદારીના ભાગરૂપે મંગળવારે ગામ  બંધનું એલાન આપ્યું હતું. જેને હીરા ઉદ્યોગ મંડળ, કટલેરી મંડળ,  કાપડ મંડળ, માર્કેટ યાર્ડ સહિતની સંસ્થાઓએ ટેકો જાહેર કર્યો હતો તેથી સિંહપ્રેમીઓ અને પર્યાવરણપ્રેમીઓમાં પણ ઉત્સાહ વધ્યો હતો.

સિંહનું બેસણું

વન વિભાગ પાસે સિંહોના મૃતાત્માને અંજલિ આપવા માટે ઉપવાસ કરવાની મંજૂરી વન અને પોલીસ વિભાગ પાસે માંગવામાં આવી હતી પણ તેને મંજૂરી આપવામાં આવી ન હતી. તેથી વન વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જેથી વન વિભાગ સામે અનેક સવાલો ઊભા થયા હતાં. સિંહના મોતને સાચો ન્યાય મળે એવી ભાવના લોકોની હતી. મૃતક વનરાજાનું બેસણું વિસાવદર બસ મથકે સવારે 10થી બપોરે 2 સુધી યોજવાનું નક્કી કર્યું હતું પણ તેને મંજૂરી આપવામાં આવી ન હતી.

સિંહને પરિવાર માને છે

પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે મૃતક આત્માની પાછળ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ તેનું બેસણું રાખવાની પરંપરા છે. ગીરના લોકો સિંહને પોતાના પરિવારના સભ્ય માને છે. પોતાના કુટુંબના સભ્યો એવા સિંહના મોત થતાં તેઓને આઘાત લાગ્યો હતો અને વન વિભાગ વિરુદ્ધ બંધ પાળ્યો હતો.

સિંહ પ્રેમ

બેસણામાં સિંહપ્રેમીઓ, માલધારીઓ, વેપારીઓ ગીરની બોર્ડર પર વસવાટ કરતા ગ્રામજનો અને વિવિધ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ તથા સિંહ અને ગીર માટે કામ કરતા વિવિધ એનજીઓ દ્વારા સાવજોને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. ધારી ગીરના જંગલમાં આટલા સિંહોના મોત એક સાથે ક્યારેય થયા નથી. ટપોટપ સિંહોના મોતથી ધારી સહિતના ગીરકાંઠાના ગામો તથા સમગ્ર રાજ્યનાં લોકો ભારે દુઃખી થયા છે.

હજુ પણ મોતનો છાયો

બીજા ત્રણ સિંહ બાળના મોત થતાં હજુ પણ સિંહો પર મોતનો ખતરો મંડરાઇ રહ્યો છે. 3૦ જેટલા સિંહોને રેસ્ક્યૂ કરી ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હતા, તેથી તેની ચિંતા પણ ધારીના લોકોને હતી. ટપોટપ સિંહોના મોતથી ધારી સહિતના ગીરકાંઠાના ગામો તથા સમગ્ર રાજ્યનાં લોકો ભારે દુઃખી થયા છે. બંધ દરમિયાન પોલીસ દ્વારા બંદોબસ્ત તૈનાત કરાયો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp