રાજકોટમાં ડુંગળી ભરેલા ટેમ્પા સાથે અથડાયા બાદ કારમાં લાગી આગ, ચાલકનો બચાવ

PC: news18.com

રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. વાહન ચાલકની થોડી પણ બેદકારી લોકો માટે જીવલણ શાબિત થઇ શકે છે. ત્યારે રાજકોટમાં એક જ દિવસમાં બે અકસ્માની ઘટના સામે આવી છે. જેમાં એક ઘટનામાં કાર અને ટેમ્પા વચ્ચે કોઈ કારણોસર અકસ્માત થતા કારમાં આગ લાગી હતી. આ ઘટનામાં કાર બળીને ખાખ થઇ ગઈ હતી. પણ સદનશીબે કાર ચાલકનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી.

આ ઉપરાંત બીજી ઘટનામાં એક ડુંગળી ભરેલું ટ્રેક્ટર રસ્તા પર પલટી મારી ગયું હતું. આ ટ્રેકટરનો પાછળનો ભાગ પાછળ આવતી એક કારની પર પડ્યો હતો. તેથી કારના આગળના ભાગનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. આ ઘટનામાં પણ કાર ચાલકનો બચાવ થયો હતો.

રિપોર્ટ અનુસાર ગોંડલ જેતપુર હાઈ-વે પર રાત્રીના સમયે એક કાર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જર્યો હતો. કાર ટેમ્પાની સાથે અથડાયા પછી કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગ આખી કારમાં ફેલાઈ ગઈ હતી. પરંતુ આ ઘટનામાં સદનશીબે કારના ચાલકને કોઈ ઈજા થવા પામી નથી.

કારમાં આગ લાગવાની જાણ ફાયર વિભાગને થતા ગોંડલના ફાયર ફાયટરો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ફાયરના જવાનોએ આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવા માટેના પ્રયાસ શરૂ કર્યા હતા. કાર જે ટેમ્પાની સાથે અથડાઈ હતી તે ટેમ્પો ડુંગળીનો ભરેલો હતો. ઘટનાની જાણ થતા ગોંડલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

બીજી અકસ્માતની ઘટના ગોંડલ માર્કેટિંગ યાર્ડન બહાર બનવા પામી હતી. આ ઘટનામાં એક ડુંગળી ભરેલા ટ્રેકટરની ટ્રોલી પાછળ આવતી કાર પર પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં વેગેનાર કારના આગળના ભાગનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. પણ સદનશીબે કારના ડ્રાઈવરનો બચાવ થયો હતો. અકસ્માતની ઘટનાને પગલે 4થી 5 કિલોમીટર સુધી ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા. અકસ્માતની ઘટનાની પગલે રસ્તા પર લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. આ ઘટનામાં ગોંડલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. અકસ્માતની ઘટના પછી પોલીસે ટ્રેકટર અને કારને રસ્તા પરથી હટાવીને ટ્રાફિક જામ હળવો કરાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp