કામવાળી ન આવતા ડૉક્ટર પતિ અને સાસુએ મહિલા તબીબને માર મારી ઘરમાંથી કાઢી મૂકી

PC: jagranimages.com

કોરોના વાયરસના કારણે રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે તંત્ર દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર નહીં નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે, એવામાં એપાર્ટમેન્ટમાં સોસાયટીઓમાં કામ કરતા આવતા લોકોને પણ સોસાયટીમાં પ્રવેશ આપવામાં આવતો નથી ત્યારે લોકડાઉનના કારણે ઘરમાં કામવાળી નહીં આવતા રાજકોટની એક મહિલા તબીબને તેના પતિ અને સાસુનો ત્રાસ સહન કરવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં ઘરકામ બાબતે થયેલી તકરારમાં ડૉક્ટર પતિ અને તેની માતા સાથે મળીને મહિલા તબીબને માર મારી ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી.

રિપોર્ટ અનુસાર રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં મહિલા તબીબ તેના પતિ પુત્ર અને પરિવાર સાથે રહે છે, પતિ-પત્ની બંને ડૉક્ટર હોવાથી બંને અલગ-અલગ ક્લિનિક ધરાવે છે. પતિ-પત્ની જ્યારે હોસ્પિટલ હોય છે ત્યારે તેમના ઘરે કામવાળી કામ કરવા માટે આવે છે પરંતુ લોકડાઉન હોવાના કારણે કામવાળીનું ઘરે આવવાનું બંધ થઈ ગયું હતું. કામવાળી ઘરે નહીં આવતા સાસુ ઘરનું કામ કરતા નહીં અને તે મહિલા તબીબને પોતાની પ્રેક્ટિસ છોડીને ઘરે કામ કરવાનું કહેતા હતા, તેથી અવારનવાર આ વાતને લઇને મહિલા તબીબ અને તેના સાસુ વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો.

ઝઘડાના કારણે મહિલા તબીબને તેના સાસુ અને પતિ દ્વારા ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. મંગળવારના રોજ ફરી મહિલા તબીબને તેના સાસુ અને ડૉક્ટર પતિ સાથે ઘર કામ કરવાને લઈને માથાકુટ થઇ હતી. તે દરમિયાન માતા અને પુત્ર સાથે મળી મહિલા તબીબની સાથે મારપીટ કરી હતી અને તેને ઘરની બહાર કાઢી મૂકી હતી.

લોકડાઉનના કારણે નિરાધાર થયેલી મહિલાએ તાત્કાલિક હેલ્પલાઇન 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરતા અભયમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ત્યારબાદ મહિલા તબીબની મદદ કરવા માટે તેના ડૉક્ટર પતિ અને સાસુને કડકાઈથી સમજાવી બંનેને કાયદાનું ભાન કરાવ્યું હતુ. મહિલા તબીબ સાથે ફરી આ પ્રકારનું કૃત્ય નહીં કરવાની ચેતવણી આપી હતી. અભયમની ટીમની સમજાવટ બાદ પતિ અને સાસુએ મહિલા તબીબને ઘરમાં આવવા દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp