રાજકોટમાં નર્સનો મૃતદેહ બાથરૂમમાંથી મળ્યો, સાથળના ભાગે ચાંભા પડેલા

PC: DainikBhaskar.com

રાજકોટમાં એક નર્સનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેના ઘરના બાથરૂમમાંથી મળી આવ્યો હતો. નર્સની સાથે રહેતી રૂમ પાર્ટનર અને અન્ય લોકોને થયું કે, નર્સ બેભાન છે તેથી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે ફરજ પરના ડૉક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને નર્સના ઘરની અંદરથી એક ખાલી ઇન્જેક્શન મળી આવ્યું હતું. પોલીસે નર્સના મોતનું કારણ જાણવા માટે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે.

રિપોર્ટ અનુસાર રાજકોટના માધાપર ચોક પાસે સિનર્જી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં અલ્પા જનકાત નામની 26 વર્ષની યુવતી નર્સ તરીકે ફરજ બજાવી રહી હતી. અલ્પા મૂળ ગીર સોમનાથની રહેવાસી હતી પણ તે હોસ્પિટલમાં નોકરી કરતી હોવાના કારણે તે માધાપર ચોક પાસે આવેલા વરુણ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં રહેતી હતી. અલ્પાના ફ્લેટમાં તેની સાથે બે મિત્ર પણ રહેતી હતી.

અલ્યા 24 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાંથી તેના રૂમ પર પરત આવી હતી અને ત્યારબાદ તે નાહવા માટે બાથરૂમમાં ગઈ હતી. અલ્પા બાથરૂમમાં ગયા બાદ ઘણા સમય સુધી બહાર ન આવતા તેની સાથે રહેતી રૂમ પાર્ટનરને આ બાબતે કઈ અજુગતું લગતા તેને બાથરૂમનો દરવાજો ખખડાવ્યો હતો. પણ અલ્પાએ બાથરૂમનો દરવાજો ન ખોલ્યો. તેથી અલ્પાની રૂમ પાર્ટનર બીજા માળ પર રહેતી લેડી વોર્ડનને બોલાવીને લાવી હતી.

ત્યારબાદ તમામ લોકોએ બાથરૂમનો દરવાજો તોડી નાંખ્યો હતો. બાથરૂમનો દરવાજો ખુલતા જ અલ્પા બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટર દ્વારા અલ્પાને મૃત જાહેર કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ થતા તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ દ્વારા જ્યારે અલ્પાના રૂમની તપાસ કરવામાં આવી ત્યારે એક ખાલી ઇન્જેક્શન મળી આવ્યું હતું. આ ઉપરાંત અલ્પાના મૃતદેહના સાથળના ભાગે ચાંભા પડ્યા હોવાનું પણ સામે આવ્યું હતું. તેથી અલ્પાનું મોત ક્યા કારણોસર થયું છે તે જાણવા માટે પોલીસ અલ્પાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ બાદ વિસેરા લેવાશે અને ત્યારબાદ તેનો રિપોર્ટ આવશે. એટલે અલ્પાના મોતનું કારણ જાણવા માટે થોડા દિવસની રાહ જોવી પડશે.

તો બીજી તરફ પોલીસ દ્વારા અલ્પના રૂમ પાર્ટનર અને તેની સાથે હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલી અન્ય નર્સનોના નિવેદન લેવામાં આવ્યા છે. મહત્ત્વની વાત છે કે, અલ્પાનો ભાઈ પણ રાજકોટના મવડી વિસ્તારમાં રહે છે. તેથી પોલીસે અલ્પાના ભાઈનું નિવેદન નોધ્યું છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp