વડોદરામાં ખાનગી બસે 5 વાહનોને અડફેટે લીધા, 2 બાળકોના ઘટના સ્થળ પર જ મોત

PC: youtube.com

અનલોકમાં અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. લોકડાઉનમાં વાહનોની અવર જવર રસ્તા પર ઓછી હોવાના કારણે અકસ્માતની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ અનલોકમાં લોકોને છૂટછાટ મળ્યા બાદ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના વડોદરામાં પાદરામાં સામે આવી છે. જેમાં બેફામ બનેલી એક પ્રાઇવેટ બસે એક પછી એક એમ પાંચ વાહનોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઇ હતી અને બે બાળકોના ઘટના સ્થળ પર જ મોત નિપજયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને બે બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

રિપોર્ટ અનુસાર વડોદરાના પાદરા જંબુસર હાઇ-વે પર પાદરાના ફુલબાગ પાસે રોડ પર એક લક્ઝરી બસ બેફામ ગતિએ જઈ રહી હતી. કોઈ કારણોસર બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસે એક પછી એક પાંચ વાહનોને અડફેટે લઈને મોટો અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતની ઘટનામાં ઘટના સ્થળ પર જ બે બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા અને એક મહિલાને ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતની ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળાં પણ ઘટના સ્થળ પર એકઠા થયા હતા. પોલીસે તાત્કાલીક 108નો સંપર્ક કરીને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતો અને બે બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર પ્રાઇવેટ બસ ડભાસા તરફથી આવી રહી હતી. ત્યારે તેને પાદરાના ફૂલબાગ પહેલા આઇસર અને ત્યારબાદ અન્ય બે ફોર વ્હીલ વાહન અને ત્યારબાદ રોંગ સાઇડમાં બે બાઇકને પણ અડફેટે લીધી હતી. આમ બેફામ બનેલી બસે એક પછી એક પાંચ વાહનોને અડફેટે લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp