ભારત-બાંગ્લાદેશ સીમા પર ફસાયેલા રોહિંગ્યા જેલમાં ધકેલાયા

PC: smedia2.intoday.in

ભારત- બાંગ્લાદેશ સીમા પર BSF અને BJB વચ્ચે ત્રણ દિવસથી ચાલી રહેલ ગતિરોધનો મંગળવારે અંત આવ્યો છે. સીમા સુરક્ષા બળ દ્વારા 18 જાન્યુઆરીથી ફસાયેલ 9 મહિલા અને 13 બાળકો સહિત 31 રોહિંગ્યા મુસલમાનોને ત્રિપુરા પોલીસનો સોંપ્યા છે. જે બાદ પશ્ચિમ ત્રિપુરાની એક અદાલતે મહિલાને અને બાળકોને છોડી પૂરૂષોને 14 દિવસની કસ્ટડીમાં મોકલ્યા છે.

જમ્મૂના કેંપના આવેલ 31 રોંહિગ્યા 18 જાન્યુઆરીથી ત્રિપુરામાં ભારત-બાંગ્લાદેશ સીમા પર ફસાયેલ હતા. બંને દેશની સરહદ પર તેમની હાજરીને લઇને BSF અને BJB વચ્ચે આરોપ પ્રત્યારોપ થયા બાદ આ મુદ્દાને લઇને વાર્તા પણ કરવામાં આવી, પરંતુ BJBએ તેમને બાંગ્લાદેશે પરત લેવાની ના ફરમાવી દીધી. આખરે આ ગતિરોધને પૂર્ણ કરવા BSF દ્વારા આ રોહિંગ્યાને પકડી ત્રિપુરા પોલીસને સોંપવામાં આવ્યા.

તેમની પાસેથી મળેલ આઇડી કાર્ડથી સંકેત મળી રહ્યા છે કે, આ સમૂહ જમ્મુના કેંપથી આવેલ હતા. તે સમૂહમાં રહેલ એક યુવતીના જણાવ્યા અનુસાર, જમ્મુના કેમ્પમાં પોલીસના દબાણના કારણે તે પરેશાન હતા. સૂત્રોની માનીએ તો પકડાયા પહેલા રોહંગિયાનું આ સમૂહ બાંગ્લાદેશના કોક્સ બજાર જઇ રહ્યું હતું. પોલીસ દ્વારા તમામની મેડિકલ તપાસ કરાવી હાલમાં તમામ પૂરૂષને 14 દિવસના ન્યાયિક હિરાસતમાં મોકલ્યા છે જ્યારે કે તે સમૂહમાં રહેલ મહિલા અને બાળકોને આશ્રમમાં મૂકવામાં આવેલ છે જ્યાં તેમના ભવિષ્ય અંગે અનિશ્ચિચતતા બનેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp