કયા દેશમાં છે સૌથી વધુ Facebook યુઝર્સ

PC: foxnews.com

આજે બાળકોથી માંડીને વૃદ્ધો એમ દરેક પાસે સ્માર્ટફોન છે. જેના કારણે લોકોને સોશિયલ મીડિયા સુધી પહોંચવું ખૂબ સહેલું બની ગયું છે. 'વી આર સોશિયલ એન્ડ હુટસ્યૂટ' દ્વારા જણાવવામાં આવેલા વાર્ષિક ડિજિટલ રિપોર્ટ પ્રમાણે આ વર્ષે સોશિયલ મીડિયામાં 13% યુઝર્સનો વધારો થયો છે. આ રિપોર્ટ અનુસાર 10 મિલિયન લોકો સોશિયલ મીડિયા પર એક્ટીવ છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે Facebook સોશિયલ મીડિયા પર સૌથી વધુ વપરાય છે. આ સમયે 2.17 અબજથી વધારે લોકો સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા Facebookનો ઉપયોગ કરે છે. આ રિપોર્ટ પ્રમાણે Facebook યુઝર્સની સંખ્યામાં ભારત પહેલા નંબરે છે. ભારતમાં Facebook યુઝર્સની સંખ્યા 240 મિલિયન કરતા પણ વધી ગઈ છે. પાછળના વર્ષોની તુલનામાં આ વખતે યુઝર્સની સંખ્યામાં 12%નો વધારો થયો છે.

ઈન્ડોનેશિયા Facebook યુઝર્સની સંખ્યામાં ચોથા નંબર પર છે. જાન્યુઆરી સુધીમાં ઈન્ડોનેશિયામાં 130 યુઝર્સ Facebook પર એક્ટિવ છે. જે વિશ્વના કુલ ઉપયોગકર્તાઓના 6% છે. આ સાથે ઈન્ડોનેશિયા દક્ષિણ-પૂર્વ એશિયન દેશોમાં સૌથી વધારે Facebookનો ઉપયોગ કરનાર દેશ બની ગયો છે.

ભલે ભારતમાં Facebook વાપરનારા યુઝર્સની સંખ્યા સૌથી વધારે હોય પણ હજી પણ સોશિયલ મીડિયાની ખૂબ ઓછી પહોંચ ભારત સુધી છે, જૂનમાં Facebookનો ઉપયોગ ફક્ત 19% ભારતીયો જ કરી રહ્યા હતા, જેમાંથી અડધા કરતા વધારે Facebook યુઝર્સની ઉંમર 25 વર્ષથી ઓછી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp