ભારતનો ઇકોનોમિક ગ્રોથ સારો પણ બેરોજગારી પર ધ્યાન આપવાની જરૂરઃ રઘુરામ રાજન

PC: livemint.com

RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને હાલમાં આપેલા ઇન્ટર્વ્યુમાં કહ્યું કે, ભારતનો ઇકોનોમિક ગ્રોથ રસ્તા પર છે, પણ રોજગારીના મોર્ચા પર સ્થિતી સારી નથી. આ પહેલા રઘુરામ રાજને રાયપુરમાં કહ્યું હતું કે, ભારતની ઇકોનોમી ફક્ત ગ્રોથની દૃષ્ટીએ સારી જ નથી પણ ઝડપથી આગળ પણ વધી રહી છે.

તેમણે ઇન્ટર્વ્યુમાં કહ્યું કે, ભારતનો ગ્રોથ ઘણાં અંશે એક જોબ લેસ ગ્રોથ છે. ઇકોનોમી માટે રોજગાર સૃજિત હોવું ઘણી મહત્વની વાત છે. અમે એમ નથી કહેતા કે દેશમાં દરેક લોકો સોફ્ટવેર પ્રોગ્રામર કે કન્સલ્ટન્ટ હોવા જોઇએ, દરેક જણને એક સારી જોબની જરૂર હોય છે.

આ પહેલા દેશના ટોપ અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કહ્યું હતું કે, ભારત પોતાના યુવાનો માટે ઉચિત શિક્ષણ વ્યવસ્થા નથી બનાવતું તેથી મેડિકલ જેવા ભણતર માટે વિદ્યાર્થીઓ વિદેશ જવા માટે મજબૂર થાય છે. તેમણે એમ પણ કહ્યું કે, ભારતે ચીનની મેન્યુફેક્ચરિંગ આધારિત ગ્રોથ મોડલની નકલ ન કરીને સર્વિસ સેક્ટર પર ફોકસ કરવું જોઇએ. આપણે દેશમાં સારા ડોક્ટર તૈયાર કરવા માટે તેમને બીજા દેશોમાં નિકાસ કરી શકાય છે.

તેમણે વાતચીતમાં આગળ કહ્યું કે, ભારતના ગ્રોથના આંકડા અન્ય દેશોની સરખામણીમાં સારા છે. પણ દેશની મોટી આબાદીને જોતા દેશને વધુ ગ્રોથની જરૂર છે. તેમણે કહ્યું કે, ભારતમાં રોજગાર પૈદા કરવા માટે કોઇ શોર્ટકટ નથી. તેના માટે આપણે કૌશલ આધારિત શિક્ષણ વ્યવસ્થા નિર્મિત કરવી પડશે. જો આપણે લોકોમાં સ્કિલ ડેવલપ કરી શકતા હોય તો નવા રોજગાર પણ જાતે જ ઉભા થશે.

રઘુરામ રાજને ચેતવણી રૂપે કહ્યું કે, ભારત 10 વર્ષ પહેલાની સરખામણીમાં ઓછો ઉદાર લોકતાંત્રિક દેશ છે. તો તેના પરિણામો માટે તૈયાર રહેવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે, દેશની વર્તમાન સરકારનું માનવું છે કે, જે લોકો સરકાર માટે તાળી વગાડે છે તે લોકો જ ખરા છે, કારણ કે આ સરકાર કદી ખોટી ન હોઇ શકે.

તેમણે વાતચીતમાં આગળ કહ્યું કે, દરેક સરકાર ભૂલ કરે છે. જ્યારે હું સિસ્ટમનો હિસ્સો નહોતો, ત્યારે મેં UPA સરકારની આલોચના કરી હતી અને મેં NDA સરકાર સાથે પણ કામ કર્યું છે. રઘુરામ રાજને એમ પણ કહ્યું કે, તેમની પાસે કોઇપણ પાર્ટીનો પક્ષ લેવા માટે કોઇ કારણ નથી.

આ પહેલા 30મી જુલાઇના રોજ રઘુરામ રાજને કહ્યું હતું કે, ભારતનું ભવિષ્ય ઉદાર લોકતાંત્રિક મુલ્યોની મજબૂતી અને બીજી લોકતાંત્રિક સંસ્થાઓની મજબૂતીમાં નિહિત છે. દેશના આર્થિક લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે આ એક જરૂરી શરત છે. તેમણે દેશમાં બહુલતાવાદ વિરૂદ્ધ ચેતવણી આપતા કહ્યું હતું કે, જ્યારે કોઇ દેશને પોલિટીશિયન રોજગારના સંકટોને અલ્પસંખ્યકોને લક્ષ્ય બનાવીને નકારવાની કોશિશ કરે છે ત્યારે શું થાય છે તે બધાએ શ્રીલંકાના રૂપમાં જોયુ જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp