દિલ્હીથી ઈસ્તાંબુલની ફ્લાઈટમાં યાત્રિઓનો સામાન લોડ કરવાનું જ ભૂલી ગઈ આ એરલાઈન

PC: mensxp.com

દિલ્હીથી ઈસ્તાંબુલ જઈ રહેલી Indigo ફ્લાઈટ મુસાફરોનો સામાન લઈ જવાનું જ ભૂલી ગઈ હતી. ત્યારપછી સોશિયલ મીડિયા પર #shameonindigo ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યું. 15 સપ્ટેમ્બરનો આ મામલો છે. ઈન્ડિગોની દિલ્હી-ઈસ્તાંબુલ ફ્લાઈટમાં લગભગ 130 મુસાફરો હતા, જેમનો સામાન ફ્લાઈટ તેમની સાથે લઈ જવાનું ભૂલી ગઈ હતી. મુસાફરોએ તેમનો આક્રોશ સોશિયલ મીડિયાના માધ્યમથી કાઢ્યો.

ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલા એક યાત્રીએ કહ્યું કે, જ્યારે અને ઈસ્તાંબુલ એરપોર્ટ પર લગેજ બેલ્ટ પાસે ઊભા હતા ત્યારે, અમને એક પેપર મળ્યું. એરલાઈન્સ ફ્લાઈટમાં મુસાફરી કરનારા દરેક મુસાફરોનો સામાન લોડ કરવાનું જ ભૂલી ગઈ હતી. એક પણ પેસેન્જરને તેમનો સામાન મળ્યો નહીં.એર લાઈન આ રીતની ભૂલ કઈ રીતે કરી શકે છે. મારા પિતાની જરૂરી દવાઓ લગેજમાં છે. તેઓ ડાયાબિટીક છે. તેમને રોજ ડોઝ આપવાનો હોય છે. આ ફ્લાઈટમાં ઘણાં મુસાફરો એવા હતા, જેમની કનેક્ટિંગ ફ્લાઈટ પણ હતી, તેઓ પોતાના સામાન વિના આગળ કઈ રીતે જશે.

બીજા દિવસે હોટેલ પર તેમનો સામાન મોકલી આપવામાં આવ્યો હતો.

તો અન્ય એક મુસાફર મનાલીએ કહ્યું, ઈન્ડિગોથી આવી ભૂલ પહેલીવાર નથી થઈ, 8 સપ્ટેમબરે પણ તેઓ ફ્લાઈટમાં સામાન લોડ કરવાનું ભૂલી ગયા હતા.

ઈન્ડિગોની દિલ્હી-ઈસ્તાંબુલ ફ્લાઈટમાં લગભગ 130 મુસાફરો હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp