રાજકીય પાર્ટીઓ ન માનતા EVM છોડીને બેલેટ પેપર તરફ પરત ફર્યો આ દેશ

PC: factsofindonesia.com

ભારતમાં ગુરૂવારે બીજા તબક્કા માટે મતદાન થઇ રહ્યું છે, ચૂંટણીના આ સમયે ફરી એક વખત EVM પર સવાલો થઇ રહ્યાં છે. એક તરફ આપણાં દેશમાં EVM પર હંગામો મચ્યો છે તો ઇન્ડોનેશિયામાં લાંબી ચર્ચા બાદ ફરી બેલેટ પેપરથી ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઇન્ડોનેશિયામાં હાલમાં જ રાષ્ટ્રપતિની ચૂંટણી થઇ હતી જેમાં EVM ના સ્થાને બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયામાં પણ લાંબા સમયથી ચર્ચા થઇ રહી હતી, પરંતુ રાજકીય પાર્ટીઓ વચ્ચે સહમતિ સાધવામાં આવી ન હોવાથી અંતે ફરી બેલેટ પેપરનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ઇન્ડોનેશિયાના રાજદૂત સિદ્ધાર્થો સૂર્યોદીપ્રિયોએ આ જાણકારી આપી હતી. ઇન્ડોનેશિયા દુનિયાની ત્રીજી સૌથી મોટી લોકશાહી છે જ્યાં અમેરિકની જેમ રાષ્ટ્રપતિ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

ઇન્ડોનેશિયાના વર્તમાન રાષ્ટ્રપતિ જોકોવી વિદોદો બુધવારે દેસમાં થયેલા મતદાન બાદ પરિણામોમાં સૌથી આગળ ચાલી રહ્યાં છે. જોકોવી નામથી ઓળખાતાં વિદોદોને 55.34 ટકા મતો મળ્યાં છે જ્યારે તેમના હરિફ સુબિઆંતોને 44.67 ટકા મતો મળ્યાં છે.

ઇન્ડોનેશિયાની ચૂંટણી દુનિયાની સૌથી જટિલ ગણાતી ચૂંટણી છે કારણ કે એક જ દિવસે 20,000 પોસ્ટ માટે 2,45,000 ઉમેદવારોને ચૂંટણી માટે 800,000 મતદાન કેન્દ્રો પર 19 કરોડ મતદાતાઓને બોલાવવામાં આવ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp