દેશમાં મોંઘવારીએ રેકોર્ડ તોડ્યો, જાણો પેટ્રોલ, ડીઝલ, ખાણી પીણી કેટલા થયા મોંઘા

PC: khabarchhe.com

મોંઘવારીએ જૂની ગણતરી પ્રમાણે 20 વર્ષથી વધુનો રેકોર્ડ તોડ્યો છે. ખાવા-પીવાની ચીજ વસ્તુઓથી લઈને પેટ્રોલ, ડીઝલ, સહીતના ભાવવધારાથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું છે. ઈંધણ આ સમયગાળા દરમિયાન 4.5 ટકાથી લઈને 24 ટકા સુઘી મોંઘા થયા છે. જેના કારણે સામાન્ય લોકોનું બજેટ પણ ખોરવાયું છે. ઈંધણ અને વીજળીની મોંઘવારી એપ્રિલમાં વાર્ષિક આધારે 8.35 ટકા વધી છે ઈંધણ અને વીજળીની મોંઘવારી 38 ટકા વધી છે. ક્રુડ અને કુદરી ગેસમાં મોંઘવારી 69 ટકા પહોંચી છે. ખનીજમાં પણ મોંઘવારી 21 ટકાના દરે વધી છે.

આ મોંઘવારીમાં પ્રજા પીસાઈ રહી છે ત્યારે પેટ્રોલ-ડીઝલ કંપનીઓ કરોડોની કમાણી પણ કરી રહી છે. એપ્રિલ મહિનામાં મોંઘવારીનો કોમોડિટીમાં 15 ટકા પર પહોંચ્યો છે. માર્ચમાં આ આંકડો 14 ટકાથી વધુ હતો.

કેન્દ્ર સરકાર 2012-13થી નવી સીરિઝ પ્રમાણે હોલસેલ પ્રાઈઝ ઈન્ડેક્સ ના આંકડા જારી કરી રહી છે. તે પ્રમાણે 15 ટકા એ 10 વર્ષનો સૌથી ઉંચો આંકડો છે. ત્યારે આગામી સમયમાં હવે 6-8 જૂન આરબીઆઈ નાણા નીતિની સમીક્ષામાં વ્યાજ દરો વધારી શકે છે. જથ્થાબંધ મોંઘવારીની રીટેલ પર અસર થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp