આતંકી હુમલાની તપાસમાં થયા અનેક નવા ખુલાસા, આ રીતે કર્યો હતો આત્મઘાતી હુમલો

PC: facebook.com/RajnathSinghBJP

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાની શરૂઆતની તપાસમાં ઘણી નવી બાબતો સામે આવી છે. વિસ્ફોટમાં RDXનો ઉપયોગ કરવામાં આવ્યો. પહેલા કહેવામાં આવી રહ્યુ હતુ કે, વિસ્ફોટકની માત્રા આશરે સાડા ત્રણ સો કિલો હતી, પરંતુ હવે તપાસમાં એ વાત સામે આવી છે કે માત્રા આશરે 60 કિલો હતી. આવો ધડાકો 2001 બાદ પહેલીવાર કાશ્મીરમાં થયો હતો. 2001માં કાશ્મીર વિધાનસભાના ગેટ પર ID ધમાકો થયો હતો, જેમાં આશરે 30 લોકો માર્યા હયા હતા. આ IDને કોઈ એક્સપર્ટે તૈયાર કર્યો હતો, જે ખૂબ જ ઘાતક હતો. તેની અસર એટલી હતી કે CRPF જવાનોથી ભરેલી બસના ચીથરા ઉડી ગયા.

બસ જમીન પરથી ઉછળીને 30 મીટર દૂર જઈને પડી અને પાછળના મજબૂત ભાગના ટુકડે-ટુકડા થઈ હયા. તેમજ એક જવાનનો શવ 80 મીટર દૂર જઈને પડ્યો હતો. વિસ્ફોટકની તીવ્રતા એટલી હતી કે, ધડાકાનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. વિશેષજ્ઞો માની રહ્યા છે કે, આ આતંકી હુમલામાં જે રીતે આતંકી માનવ બોમ્બ બન્યો, તેનું ખૂબ જ બ્રેનવોશ કરવામાં આવ્યુ હશે. આશંકા છે કે, આ મોટા હુમલાની યોજનામાં અન્ય ઘણા લોકો સામેલ છે. સંદિગ્ધ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. હુમલામાં જૈશના આતંકીઓ સામેલ છે અને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તેમાં અન્ય આતંકી સંગઠનોએ મદદ કરી હશે.

જે કારથી ટક્કર મારવામાં આવી હતી, તે SUV નહીં એક કાર હતી, જેમાં વિસ્ફોટક ભરેલા હતા. પહેલા કહેવામાં આવી રહ્યુ હતુ કે, સાડા ત્રણ સો કિલો RDX તેમાં હતો, પરંતુ તેની માત્રા 60 કિલો હતી. ત્રીજી વાત સામે એ આવી છે કે, CRPFને ડાબી બાજુથી ઓવરટેક કરીને વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે, જમ્મુ તેમજ કાશ્મીરના પુલવામામાં અવંતીપુરાના ગોરીપુરા વિસ્તારમાં ગુરુવારે હુમલો થયો, જ્યારે CRPFનો કાફલો પસાર થઈ રહ્યો હતો. CRPFના કાફલા પર થયેલા હુમલામાં આશરે 350 કિલો IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને આત્મઘાતી જણાવ્યો છે. હાલ, 42 જવાનો શહીદ થયા હોવાની આધિકારીક પુષ્ટિ કરવામાં આવી છે. રક્ષા અધિકારીઓએ શહીદોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp