પાકિસ્તાન પ્લેન ક્રેશમાં મળ્યા 3 કરોડ રૂપિયા, તપાસના આદેશ

PC: thehindu.com

આપણે ઘણીવાર વિમાન અકસ્માત બાબતે સાંભળ્યું છે. વિમાનો આકાશમાં ક્યારેક પક્ષીઓ કે અવકાશી પદાર્થ સાથે અથડાઈને તો ક્યારેક વિમાનની ટેકનિકલ ખામીના કારણે અકસ્માતનો ભોગ બને છે. પાકિસ્તાનમાં 22 મેના રોજ એક વિમાન અકસ્માતગ્રસ્ત થઈ ગયું હતું. તેમાં 97 લોકોના મોત થયા હતા જ્યારે, 2 લોકોનો આબાદ બચાવ થયો હતો. પાકિસ્તાનના આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનના કાટમાળમાંથી લગભગ 30 મિલિયન રૂપિયા મળ્યા છે. ત્યારબાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)નું વિમાન 22 મેના રોજ કરાચી એરપોર્ટ નજીક અકસ્માતનો શિકાર થઈ ગયો હતો. આ અકસ્માતનો શિકાર થયેલી સ્પેશિયલ ફ્લાઈટમાં 99 મુસાફરો સવાર હતા. આ ફ્લાઈટને ઈદ પર શરૂ કરવામાં આવી હતી. વિમાનમાં સવાર 97 લોકોના મોત થઈ ગયા હતા જ્યારે 2 મુસાફરો ચમત્કારિક રીતે બચી ગયા હતા. વિમાનના કાટમાળમાંથી તપાસ ટીમને હવે પૈસા મળ્યા છે. એક રિપોર્ટ મુજબ એક અધિકારીએ કહ્યું હતું કે, ‘તપાસકર્તાઓ અને બચાવ અધિકારીઓએ કાટમાળમાંથી બે બેગ જપ્ત કર્યા છે, જેમાં પૈસા હતા. અધિકારીના જણાવ્યા અનુસાર, આ બે બેગમાં પાકિસ્તાન સાથે વિદેશી મુદ્રા પણ છે. કેટલાક દેશોની મુદ્રાને ભેગી કરી લઈએ તો પાકિસ્તાની મુદ્રાની રીતે બેગમાં મળેલા પૈસાની કિંમત લગભગ 30 મિલિયન રૂપિયા છે.  

અધિકારીએ જણાવ્યું કે, મોટી માત્રામાં પૈસા વિમાનમાં પહોંચ્યા કઈ રીતે? એરપોર્ટ પર મુસાફરોના સામાનના સ્કેનિંગ દરમિયાન એ પકડાઈ કેમ ન શક્યા? તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, કાટમાળમાંથી કાઢવામાં આવેલા શવ અને સામાનની ઓળખની પ્રક્રિયા ચાલી રહી છે. ઓળખ બાદ સામાન જે લોકોનો છે તેમના પરિવારજનો કે સંબંધીઓને આપી દેવામાં આવશે. અધિકારીના જણાવ્યા અનુસાર, 97માંથી 47 શવોની ઓળખ કરી લેવામાં આવી છે. 43 શવ પરિવારજનોને આપી દેવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, લાહોરથી કરાચી જઈ રહેલી PK-8303 ફ્લાઈટ, કરાચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પાસે અકસ્માતનો શિકાર થઈ ગઈ હતી. રહેણાંક વિસ્તારમાં દુર્ઘટના થવાથી તેની અડફેટે આવીને અનેક મકાનો ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ પાકિસ્તાનના ઈતિહાસમાં સૌથી ભીષણ અકસ્માત છે. તમને જણાવી દઈએ કે, 7 ડિસેમ્બર, 2016ના રોજ PIAનું ATR-42 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ત્યારે ગાયક જૂનેદ સહિત વિમાનમાં મુસાફરી કરી રહેલા 48 મુસાફરો અને ચાલક દળના સભ્યોના મોત થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp