iPhone 12ની સ્ક્રીન તૂટી તો લાગશે ફટકો, ખર્ચ એટલો કે તેમાં 2 નવા ફોન આવી જાય

PC: cdn.com

કેલિફોર્નિયાની ટેક કંપની એપલ દ્વારા પાછલા અઠવાડિયામાં પ્રીમિયમ iPhone 12 લાઈનઅપની જાહેરાત કરવામાં આવી છે. ગણતરીના નવા ફીચર્સ જે iPhone 12ને ગયા વર્ષના લોન્ચ iPhone 11થી અલગ બનાવે છે, જેમાં નવું સેરેમિક શીલ્ડ ડિસ્પ્લે સામેલ છે અને એપલ તરફથી તેમાં તેની મજબૂતીને લઇ મોટો દાવો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું છે કે iPhone 12 ચાર ગણો વધારે મજબૂત ફોન છે. યૂઝર્સ સારા સ્ક્રેચ અને ડ્રોપ પ્રોટેક્શનની આશા કરી શકે છે, પણ જો iPhone 12નું ડિસ્પ્લે તૂટ્યું તો ખાસ્સી મોટી રકમ ખર્ચ કરવી પડશે.

જો નવા iPhone 12 મોડલનો સેરેમિક ગ્લાસવાળું ડિસ્પ્લે કોઈપણ કારણે તૂટી જાય છે તો ગયા વર્ષે લોન્ચ iPhone 11ના સ્ક્રીન રિપેર કરવા પર ચૂકવવામાં આવતી 5800 રૂપિયાની કિંમતથી વધારે ખર્ચ કરવા પડશે. એપલ આ વર્ષે પણ દરેક iPhone મોડલ્સ પર પહેલાથી વધુ સારા OLED XDR Retina પેનલ લઇને આવ્યું છે, જેના પર સેરેમિક ગ્લાસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. iPhone 11માં મળનારું એલસીડી રેટિના ડિસ્પ્લેની સરખામણીમાં આ મોટું અપગ્રેડ છે.

ડિસ્પ્લે તૂટ્યું સમજો કિસ્મત ફૂટી

સ્ટાન્ડર્ડ iPhone 12ના આઉટ ઓફ વોરંટી થયા પછી તેનું ડિસ્પ્લે રિપ્લેસ કરાવવા માટે તમારે 20,500 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ ઉપરાંત iPhone 12 પ્રો અને iPhone 12 પ્રો મેક્સ માટે નવી સ્ક્રીન લગાવવાનો ખર્ચ તેના કરતા પણ વધારે થશે. જોકે, બાકીના બંને ડિવાઈસના સ્ક્રીન રિપ્લેસમેન્ટ પર આવનારો ખર્ચ એપલ તરફથી હજુ શેર કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત iPhone 12 મીનીના નાના સ્ક્રીન સાઇઝના કારણે તેનો સ્ક્રીન રિપ્લેસમેન્ટ ખર્ચ iPhone 12 કરતા જરા ઓછો રહેશે.

40,000 રૂપિયાથી વધારે ખર્ચ

જો તમારું નસીબ સારું રહ્યું અને માત્ર સ્ક્રીન રિપ્લેસમેન્ટની જરૂરત નવા iPhone 12ને છે, તો ઠીક છે. તો જો નવા લાઈનઅપ ડિવાઈસ તૂટવા પર અધર ડેમેજમાં આવ્યો તો તમને 449 ડૉલર એટલે કે 33000 રૂપિયાથી વધારે ચૂકવવા પડી શકે છે. ગયા વર્ષે લોન્ચ થયેલા iPhone 11 માટે આ કોસ્ટ 399 ડૉલર એટલે કે 29,300 રૂપિયા હતા. તેવી જ રીતે iPhone 12 પ્રોના રિપ્લેસમેન્ટ કોસ્ટ 549 ડૉલર એટલે કે લગભગ 40,300 રૂપિયા રહેશે. જોકે, AppleCare+ની સાથે તેના માટે 99 ડૉલર એટલે કે લગભગ 7250 રૂપિયા આપવાના રહેશે અને બેટરી રિપ્લેસમેન્ટનો ખર્ચ 69 ડૉલર એટલે કે 5000 રૂપિયા આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp