ઈસ્કોન મંદિર ફરી વિવાદોમાં: ધર્મના નામે બ્રેઈન વોશ કરવાનો આરોપ

PC: intoday.in

અમદાવાદના ભાડજમાં હરે કૃષ્ણ મંદિર ફરી એકવાર વિવાદોમાં આવ્યું છે. મંદિર પર ધર્મ અને આધ્યાત્મિકતાનાં નામ પર યુવાનોનું બ્રેઈન વોશ કરવાનો આરોપ લાગ્યો છે. ઝારખંડના વતની પ્રશાંત સિંઘના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેમનાં દીકરાનું બ્રેઈન વોશ કરીને તેને તેમનાથી દૂર કરી દેવામાં આવ્યો છે. પ્રશાંતની બહેન પ્રીતિએ આરોપ લગાવ્યો છે કે સંતો દ્વારા તેનું પણ બ્રેઈન વોશ કરવામાં આવ્યું હતુ, પરંતુ તે તેમની વાતોમાં નહોતી આવી. જોકે, તેનો ભાઈ સંતોની વાતોમાં આવીને સંસાર છોડીને મંદિરમાં રહેવા ચાલ્યો ગયો છે.

પ્રીતિએ સોશિયલ મીડિયાનાં માધ્યમથી વીડિયો લોકો સુધી પહોંચાડીને પોતાના ભાઈને પાછો લાવવા માટે મદદની અપીલ કરી છે. પ્રશાંતની ઉંમર 27 વર્ષ છે. પરિવારજનોનું કહેવું છે કે, પ્રશાંત જ્યારે કોલેજમાં હતો ત્યારથી જ તેને મંદિરમાં બોલાવીને તેનું બ્રેઈન વોશ કરવામા આવતુ હતુ. તેમજ તેઓ જ્યારે પણ પ્રશાંતને મળવા માટે જાય છે, ત્યારે તેને એકલામાં મળવા દેવામા આવતો નથી. એટલું જ નહીં પરંતુ કોઈ પણ તહેવારમાં તેને ઘરે આવવા દેવાતો નથી.

પરિવારજનોનાં આરોપોની વચ્ચે પ્રશાંતે બ્રેઈન વોશ કરવાની વાતને ખોટી ગણાવી હતી. તેણે કહ્યું હતું કે, મારા પરિવારજનો મારા આ નિર્ણયથી ખુશ નહોતા પરંતુ તેઓ માની ગયા હતા. હવે ચાર વર્ષ બાદ ફરીવાર સવાલો કેમ ઊભા કરવામાં આવી રહ્યા છે, એ મને સમજાતુ નથી. નોંધનીય છે કે, છેલ્લા એક મહિનામાં ધર્મેશ, દિશાંત અને પ્રશાંતનાં પરિવારજનોએ ઈસ્કોનમાંથી પોતાના દીકરાને પાછો લાવવા માટે મદદની માંગ કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp