ઇશા અંબાનીએ ફેરામાં પહેરી નીતા અંબાણીની 35 વર્ષ જૂની સાડી

PC: amarujala.com

મુકેશ અંબાનીની લાડલી દીકરી ઇશા અંબાનીના લગ્ન 12 ડિસેમ્બરના રોજ આનંદ પીરામલ સાથે થયા. ઇશાના લગ્નમાં દેશ વિદેશના બધા જ મોટા સેલિબ્રીટી નવદંપતિને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. લગ્નમાં ઇશા અંબાણીએ ઓફ વ્હાઇટ કલરની ચળીયા ચોળી પહેરી હતી. ત્યાંજ આનંદ પીરામલ ઓફ વ્હાઇટ કલરની શેરવાનીમાં નજર આવ્યો. આજ એટલે કે 14 ડિસેમ્બરે ઇશા અંબાનીનુ રોયલ રિસેપ્શન છે. આ રિસેપ્શનમાં બોલીવુડ અને પોલિટિકલ ઇન્ડસ્ટ્રીના સેલિબ્રિટીઝને પણ આમંત્રણ આપવામાં આવ્યુ છે. રિસેપ્શન પહેલા ઇશા અંબાનીના લગ્નમાં પહેરેલી સાડીની ઘણી ચર્ચા થઇ રહી છે.

આ સાડીને લઇને એક ચોંકાવનારો ખૂલાસો થયો છે. ઓફ વ્હાઇટ ચળીયા ચોળીની સાથે ઇશા અંબાનીએ રેડ કલરની સાડી પણ કેરી કરી હતી. ખબરોની માનીએ તો સાડી ઇશાની મમ્મી એટલેકે નીતા અંબાનીની છે જે 35 વર્ષ જૂની છે. નીતા અંબાનીની આ સાડીને ઇશાએ પોતાની ચળીયા ચોળીની સાથે દુપટ્ટાની સ્ટાઇલમાં ઓઢી હતી. એ તેના બ્રાઇડલ લૂકને અટ્રેક્ટિવ બનાવી રહ્યુ હતુ. લગ્નમાં ઇશાએ 16 કળીની ચળીયા ચોળી પહેરી હતી.

ચળીયા ચોળીની દરેક કળી પર જરદોશી અને મુકેશ વર્ક કર્યુ હતુ. આખી ચળીયા ચોળીનુ વર્ક હાથથી કરવામાં આવ્યુ હતુ. તેની દરેક ફૂલવાળી જાળીને ક્રિસ્ટલ અને સીક્વેંસથી હાઇલાઇટ કરવામાં આવ્યુ હતુ. ઇશાની આ શાનદાર ચળીયો ચોળીને અબુ જાની અને સંદિપ ખોસલાએ ડિઝાઇન કરી છે.

તમને જણાવી દઇએ કે દીપિકા પાદુકોણે પણ પોતાના લગ્નમાં પોતાની મમ્મીની સાડી પહેરી હતી. ઇશાના લગ્નના જશ્નમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી બચ્ચન પરિવાર, આલિયા ભટ્ટ, ગૌરી ખાન-શાહરુખ ખાન, રેખા, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, શાહિદ કપૂર-મીરા રાજપૂત, પ્રિયંકા ચોપડા-નિક જોનસ અને માધુરી દીક્ષિત જેવા મોટા સ્ટાર્સ પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp