ફેસ રેકોગ્નિશનવાળો આ સ્માર્ટફોન માત્ર 3999 રૂપિયામાં લોન્ચ

PC: fonearena.com

ચાઈનાની સ્માર્ટફોન બનાવતી કંપની iVooMiએ એન્ટ્રી લેવલ સ્માર્ટફોન iVooMi iPro લોન્ચ કર્યો છે. કંપનીનો દાવો છે કે આ ફોન આ બજેટનો ભારતમાં પહેલો સ્માર્ટફોન હશે, જેમાં 18:9ની ફુલ વ્યૂ ડિસ્પ્લે આપવામાં આવી છે. તેની કિંમત 3999 રૂપિયા છે. આ સ્માર્ટફોન માત્ર ફ્લિપકાર્ટ પર જ મળશે અને તેનું વેચાણ શરૂ થઈ ગયું છે. લોન્ચ ઓફર અંતર્ગત Reliance Jio કસ્ટમર્સને 2200 રૂપિયા સુધીનો કેશબેક આપશે. જોકે, તેને માટે 198 અથવા 299 રૂપિયાનું રિચાર્જ દર મહિને કરાવવાનું રહેશે.

સ્પેસિફિકેશનની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 4.9 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનો આસ્પેક્ટ રેશિયા 8:9 છે. આ સ્માર્ટફોનમાં 1.3GHz ક્વોડકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન Android Oreo 8.1 (Go Edition) પર ચાલે છે. જોકે, તેમાં કંપનીનું કસ્ટમ OS Smart Me OS 3.0 આપવામાં આવ્યું છે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે તેની સ્ક્રીન નહીં તૂટશે, એટલે કે તે શેટરપ્રૂફ પણ છે. આ ડિવાઈસમાં 1GB રેમની સાથે 8 GBની ઈન્ટરનેલ મેમરી આપવામાં આવી છે, જેને માઈક્રો એસડી કાર્ડની મદદધી 128GB સુધી વધારી શકાય છે.

ફોટોગ્રાફી માટે તેમાં 5 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે સોફ્ટ ફ્લેશ પણ આપવામાં આવી છે. કંપનીએ આ સ્માર્ટફોનમાં ફેશિયલ રેકોગ્નિશન પણ આપ્યું છે, જે આ ફોનની હાઈલાઈટ છે. તેની બેટરી 2000mAhની છે અને તે પ્લેટિનમ ગોલ્ડ, મેટ રેડ અને એન્ડી બ્લૂ વેરિયન્ટમાં મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp