ઘૂસણખોરી કરી રહેલા PAK બેટ કમાન્ડો અને આતંકીઓને સેનાએ કર્યા ઠાર

PC: wp.com

ધારા 370 હટાવવ્યા પછીથી આતંકી સંગઠનો ઘાટીનો માહોલ ખરાબ કરવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે.જમ્મુ કાશ્મીરમાં બોર્ડર પારથી પાકિસ્તાની આર્મી અને આતંકવાદીઓ વારંવાર ઘૂસણખોરીના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે પાકિસ્તાની બેટે ફરી એકવાર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. ઘૂસણખોરીનો પ્રયાસ કરતા બેટના જવાનો LoC પર હાજીપુર સેક્ટર પાસે પહોંચ્યા હતા.

વીડિયોમાં દેખાય રહ્યું છે કે, બોર્ડર એક્શન ટાસ્ક (BAT) તરફથી ઘૂસણખોરીના પ્રયત્ન દરમિયાન પાકિસ્તાનના સ્પેશ્યિલ સર્વિસ ગ્રુપ (SSG) કમાન્ડો અને આતંકીઓ પર ભારતીય સેનાએ ગ્રેનેડથી હુમલો કર્યો અને એમના પ્રયત્નોને નિષ્ફળ કરી દીધા હતા.

આ પહેલા 12 અને13 સપ્ટેમ્બરે ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો. થોડા દિવસો અગાઉ પણ જમ્મુ કાશ્મીર પોલીસે 3 આંતકીઓની પંજાબ-જમ્મુ કાશ્મીર બોર્ડરના લખનપુરથી 6 AK47 સાથે ધરપકડ કરી હતી.

139 આંતકવાદીઓ મારવામાં આવ્યાઃ

આ વર્ષના પહેલા 8 મહિનામાં ભારતીય સેના દ્વારા 139 આંતકવાદીઓ મારવામાં આવ્યા છે. રક્ષા સૂત્રોએ આ જાણકારી આપી છે. આ સંખ્યામાં નિયંત્રણ રેખાની સાથે સાથે રાજ્યના અંદરના વિસ્તારોમાં પણ સેના જોડે મુઠભેડમાં મરનારા આંતકવાદીઓની સંખ્યા સામેલ છે. આ આંકડા 1 જાન્યુઆરી થી 29 ઓગસ્ટ સુધી સેના દ્વારા મારવામાં આવેલ આંતકવાદીઓની સંખ્યાના છે. આ સમય દરમ્યાન ઘાટીમાં આતંક સંબંધી અભિયાનોમાં વિભિન્ન રેન્કોથી જોડાયેલ 26 જવાન શહીદ થયા છે. વર્ષના પહેલા 8 મહિનામાં સૌથી વધારે 8 જવાન ફેબ્રુઆરીમાં શહીદ થયા હતા.

સંઘર્ષ વિરામ ઉલ્લઘંનના 222 મામલાઓઃ

પાકિસ્તાને આ વર્ષે ભારતમાં આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવાના પ્રયાસો વધારે કર્યા છે. વિશેષ કરીને ધારા 370 હટાવ્યા પછી પાકિસ્તાનના પ્રયાસો વધ્યા છે. આ વર્ષે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ સંઘર્ષ વિરામ ઉલ્લઘંનના 222 મામલાઓ સામે આવ્યા છે. સંઘર્ષ વિરામ ઉલ્લઘંનના સૌથી વધારે 296 મામલા જુલાઈ મહિનામાં નોંધાયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp