કાશ્મીરમાં લોકડાઉનથી 3 મહિનામાં કુલ 12000 કરોડનું નુકસાન

PC: thestatesman.com

કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ દાવો કર્યો હતો કે, કાશ્મીર પ્રદેશમાં આર્ટિકલ 370 નાબુદ થયા બાદ છેલ્લા ત્રણ મહિનામાં કાશ્મીર વ્યાપાર અને સ્થાનિક વ્યવસાયને આશરે રુ.12000 કરોડનું નુકસાન થયું છે. એક રીપોર્ટ અનુસાર KCCIના અધ્યક્ષ શેખ આશિક હુસૈને મંગળવારે જણાવ્યું હતું કે, પ્રારંભિક સર્વેમાંથી જાણવા મળ્યું છે કે, વ્યવસાયમાં રુ. 12,000 કરોડ રુપિયાનું નુકસાન થયું છે. ઈન્ટરનેટ, મોબાઈલ ફોન અને SMS સેવાઓ અવારનવાર બંધ થવાને કારણે અહીં સ્થિતિ ખૂબ ખરાબ છે. જેના કારણે અનેક વ્યવસાયને માઠી અસર પહોંચી છે.

ત્રણ મહિનાના લાંબા શટડાઉનને કારણે કાશ્મીરના વ્યવસાયિક સમુદાય અને બીજા નાના વ્યાપારને ભારી નુકસાન થયું છે. અમે એવું ઈચ્છીએ છીએ કે, જમ્મુ કાશ્મીર તંત્ર શટડાઉન તથા પ્રતિબંધને કારણે થયેલા એક નુકસાનની જવાબદારી લે. તા.5 ઓગષ્ટથી કાશ્મીરના દરેક વ્યાપારને આર્થિક ફટકો લાગ્યો છે. અત્યાર સુધી કોઈએ તેની જવાબદારી લીધી નથી. તા.5 ઓગષ્ટથી ઈન્ટરનેટ અને બીજી મોબાઈલ સેવાઓ બંધ થવાને કારણે કાશ્મીરનો વ્યાપાર 50 ટકાથી પણ ઓછો થઈ ગયો છે. આ શટડાઉનને કારણે કેટલા સેલ્સમેનને નોકરીમાંથી હાથ ધોવા પડ્યા છે. કાશ્મીરમાં 370ની કલમ દૂર થયા બાદ અત્યાર સુધીમાં કુલ 100થી વધારે દિવસો વીતી ચૂક્યા છે. તેમ છતાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ છે.

આવી સ્થિતિને કારણે KCCI કોર્ટના દ્વાર ખખડાવવા પર વિચાર કરી રહી છે. ઉપાધ્યક્ષ નાસિર ખાને કહ્યું હતું કે, તા. 5 ઓગષ્ટ બાદ કાશ્મીરમાં વ્યાપાર, ઔદ્યોગિક અને વિકાસાત્મક પ્રવૃતિઓ ઠપ થઈ ચૂકી છે. મોટા ભાગના શ્રમિકો અહીંથી ચાલ્યા જતા કારખાનાઓ અને હોટેલ-રેસ્ટોરાં બંધ થયા છે. આ માટે તંત્ર પાસેથી આર્થિક રાહત માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી ચૂકી છે. પરંતુ, આજ સુધી કોઈ પગલું ભરવામાં આવ્યું જ નથી. આ ઉપરાંત જે વ્યાપાર ઉદ્યોગોને ફટકો પડ્યો છે તેમને આર્થિક વળતર આપવાની પણ માંગ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp