પોતાનાં પહેલા રેમ્પ વોક વખતે જાહ્નવીનો કોન્ફિડન્સ જોઈ દર્શકોએ જાણો શું કર્યું

‘ધડક’ ફિલ્મ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરનારી જ્હાન્વી કપૂર ઝડપથી પોતાનાં કરિયરમાં આગળ વધી રહી છે. પોતાની ડેબ્યૂ ફિલ્મ દ્વારા લોકોની પ્રશંસા મેળવનારી જ્હાન્વી શ્રીદેવીની દીકરી છે. હાલમાં જ તેણે પોતાનાં કરિયરમાં પહેલીવાર રેમ્પ વોક કર્યું. જ્હાન્વીએ લેકમે ફેશન વીક 2018 દરમિયાન નચિકેતા બાર્વેનાં લેટેસ્ટ કલેક્શન મિલેનિયલ મહારાનીઝને પ્રમોટ કર્યું.

પોતાનાં પહેલા રેમ્પ વોક દરમિયાન જ્હાન્વી ખૂબ જ કોન્ફિડન્ટ દેખાઈ રહી હતી. તેનો કોન્ફિડન્સ જોઈએ ત્યાં હાજર દર્શકોએ જ્હાન્વી માટે સીટીઓ પણ વગાડી હતી.

માત્ર 21 વર્ષની જ્હાન્વીએ કરન જોહરનાં પ્રોડક્શનમાં ‘ધડક’ ફિલ્મ સાથે પોતાનો બોલિવુડ ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે શાહિદ કપૂરનો નાનો ભાઈ ઈશાન ખટ્ટર પણ લીડ રોલમાં હતો. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp