ચીન બહાર નીકળવા માટે પોતાની કંપનીને ખર્ચ આપશે જાપાન, 16786 કરોડના પેકેજનું એલાન

PC: i-scmp.com

જાપાન હવે તેની કંપનીઓનું ઓપરેશન ચીનથી શિફ્ટ કરવાની તૈયારીમાં છે. બ્લૂમબર્ગની રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. જાપાની સરકારે આર્થિક રાહત પેકેજમાં તેના માટે 2.2 અબજ ડૉલર લગભગ 16786 કરોડ રૂપિયા નિર્ધારિત કર્યા છે. જાપાન તેની કંપનીઓને ચીનથી બહાર કાઢવા માટે રકમ ખર્ચ કરશે. જાપાન ઈચ્છે છે કે તેની કંપનીઓ તેમનું ઉત્પાદન યૂનિટ ચીનની બહાર લઈ જાય.

જાપાન તેની મેન્યૂફેક્ચરિંગ યૂનિટને શિફ્ટ કરવા માટે આ કંપનીઓ પર કુલ 15620 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. જો કોઈ કંપની ચીનથી બહાર નીકળવા માગે છે પણ તે જાપાન ન જઈને અન્ય દેશમાં તેનું ઉત્પાદન કરવા માગે છે તો જાપાન સરકાર તેમના પર કુલ 23.5 અબજ ડૉલર ખર્ચ કરશે. જાપાન માટે ચીન સૌથી મોટુ ટ્રેડિંગ પાર્ટનર છે.

જાપાન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના અર્થશાસ્ત્રીએ કહ્યું કે, આવનારા દિવસોમાં જાપાની કંપની ચીનથી શિફ્ટ થઈ જશે. આ પહેલા જાપાની કંપની ચીન પર તેની નિર્ભરતા ઓછી કરવાના પ્રયાસમાં લાગી હતી. એવામાં સરકાર તરફથી મળેલી આ મદદ તેમને શિફ્ટ કરવામાં મદદરૂપ બનશે. તેમણે કહ્યું કે, ચીની ઘરેલૂ માર્કેટ માટેની વસ્તુઓ અને કાર મેકર્સ અન્ય કંપનીઓ ચીનમાં બની રહેશે. બાકીની વસ્તુઓનું પ્રોડક્શન તે દક્ષિણ એશિયાઈ દેશોમાં શિફ્ટ કરશે.

એક રિસર્ચ અનુસાર, ચીનમાં કામ કરનારી કુલ 2600 જાપાની કંપનીઓમાંથી 37 ટકાએ કહ્યું હતું કે, તેઓ ચીનથી બહાર નીકળવા માગે છે. જોકે, જાપાનના આ પગલાથી પ્રધાનમંત્રી શિંજો આબે અને ચીન વચ્ચેના સંબંધ પર પણ અસર કરી શકે છે. આ મહિને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે જાપાનનો પ્રવાસ કરવાના હતા. પણ કોરોના વાયરસને કારણે તે કેન્સલ થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp