રાહુલ ગાંધીઃ પપ્પુથી પરમ પૂજ્ય, ડિસેમ્બર 17મા શરૂઆત કરાવી હતી ગુજરાતીઓએ

PC: Scroll.in

હાલ જ થયેલી પાંચ રાજ્યોની ચૂંટણીઓમાં કોંગ્રેસે 3 રાજ્યોમાં મેળવેલી જીત પછી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની ઇમેજ પપ્પુમાંથી પરમ પૂજ્ય તરીકેની થઇ રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ ટ્રાન્સફોર્મેશનની શરૂઆત ડિસેમ્બર 2017માં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસને ગુજરાતમાં મળેલી સફળતાથી થઇ હતી. જોકે, સરકાર બની શકી ન હતી. પરંતુ પપ્પુમાંથી પરમ પૂજ્ય તરીકેના ટ્રાન્સફોર્મેશનની શરૂઆત ત્યારથી જ થઇ ગઇ હતી.   ત્યાર પછી વર્ષ 2018ની વચ્ચે કેટલીક ચૂંટણીઓમાં હાર મળી પરંતુ ફરી ડિસેમ્બર 2018 આવતા જ ફરી ત્રણ રાજ્યોમાં મળેલી સફળતાએ પપ્પુને લગભગ પરમપૂજ્ય બનાવી જ દીધા. હાલ જે રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રી નક્કી કરવાનું કામ રાહુલ ગાંધીના ઘરેથી થયું તે ઘટનાએ રાહુલની ઇમેજ મેકઓવર કરી છે. એક મેસેજ ગયો છે કે હાઇકમાન્ડ પાવરફૂલ છે અને તે જેને ઇચ્છે તે જ મુખ્યમંત્રી બનશે. 

પહેલીવાર વર્ષ 2013માં અમિત શાહે રાહુલ ગાંધીને પપ્પુ કહ્યા હતા 

રાહુલ ગાંધીને પહેલીવાર જાહેરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પપ્પુ કહ્યું હતું. ત્યાર પછી આ વિશેષણ સતત તેમની સાથે લાગતું રહ્યું હતું. ખાસ કરીને સોશિયલ મીડિયામાં બનતા કાર્ટુનમાં તેનો ઉપયોગ વારંવાર થયો રહ્યો હતો.

એક વાર તો પોતે રાહુલ ગાંધીએ જ પોતાને પોતે જ પપ્પુ કહ્યું

એક વાર તો રાહુલ ગાંધીએ પોતે જ પોતાને પપ્પુ કહીને સંબોધન કર્યું હતું. આ ઘટના સંસદની છે. તેમણે કહ્યું હતું કે તમે ભલે મને પપ્પુ કહીને સંબોધન કરો પરંતુ હું તમારા માટે ખરાબ નહીં બોલું. આ કહીને તેઓ પોતે એવું કહેવા માગતા હતા કે મારા સંસ્કાર તમારા કરતા વધારે સારા છે. પરંતુ ત્યાર પછી તેમણે સંસ્કારોને છોડીને ચોકીદાર ચોર હૈ, તેવું નિવેદન આપી દીધું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીથી ઇમેજ બદલાવાની શરૂઆત થઇ

ડિસેમ્બર 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ વખતે રાહુલ ગાંધીની ઇમેજ બદલવાની શરૂઆત થઇ હતી. તે અગાઉ કરતા વઘુ આક્રમક અને વધુ આત્મવિશ્વાસ સાથે બોલતા હતા.જીએસટીને ગબ્બર સિંહ ટેક્સ નામ તેમણે સુરતના કાપડના વેપારીઓને સંબોધતા જ આપ્યું હતું. ત્યાર પછી ચૂંટણીઓના પરિણામોમાં પણ તેનો ફાયદો થયો હતો. વર્ષ 2012માં કોંગ્રેસની 61 બેઠકો વધીને ડિસેમ્બર 2017માં વધીને 77 થઇ ગઇ હતી. એક રીતે ભાજપ જીતીને પણ હાર્યું તેવી ચર્ચા શરૂ થઇ ગઇ હતી. આ જ સમય હતો જ્યારે રાહુલ ગાંધીને લાગ્યું કે ભાજપ અજેય નથી.

કેટલીક ચૂંટણીઓમાં હાર મળી

કર્ણાટકમાં 2013માં 122 હતી જે ઘટીને 2018માં 78 થઇ ગઇ .મિઝોરમમાં 2013માં 34 હતી તે 2018માં પાંચ થઇ. તેંલગાણમાં 2014માં 36થી ઘટીને 2018 21 થઇ. મેઘાલય, નાગાલેંડ અને ત્રિપુરામાં પણ હાર મળી હતી. 

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં વર્ષ 2013 કરતા બેઠકો મોટી સંખ્યામાં વધી

હાલમાં મળેલી જીતમાં વર્ષ 2013ની સરખામણાએ રાજસ્થાનમાં 21થી 99, મધ્યપ્રદેશમાં 58થી 114, છત્તીસગઢમાં 39થી 68 બેઠકો થઇ ગઇ. આ જીતે રાહુલ ગાંધીને ગજબનો આત્મવિશ્વાસ અપાવ્યો છે.

જીત પર પ્રતિક્રિયા આપતી વખતે લોકસભા ચૂંટણીની જ વાત કરી

રાજ્યોમાં જીત પર પ્રતિક્રિયા આપતી વખતે રાહુલ ગાંધીએ રાજ્યોની જીતની તો વાત કરી પરંતુ તેમની નજર વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પર છે. તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણીઓ કોંગ્રેસ જ જીતશે. ત્યારપછી રાજ્યોના મુખ્યમંત્રી બનાવવામાં જે નાટકો થયા તેનાથી દેખાઇ રહ્યું છે કે રાહુલ ગાંધી જ સર્વેસર્વા છે તેવું દેખાડાયું છે. રાજ્યોની જીત તેમને જ આભારી છે તેવું પ્રસ્થાપિત કરવા માટે પહેલા તો મુખ્યમંત્રી નક્કી કરવાની સત્તા ધારાસભ્યો તરફથી તેમને જ આપી દેવામાં આવી. ત્યારપછી જુદા જુદા કેમ્પો વચ્ચે ખેંચતાણ ચાલી. અંતે પરમ પૂજ્ય જે નક્કી કરશે તે જ મુખ્યમંત્રી બનશે તે મેસેજ બધાને ગયો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp