દોરડા કૂદવાથી થાય છે આ લાભો

PC: self.com

બાળપણમાં આપણે સૌ દોરડા કૂદ્યા હોઈશું, પરંતુ શું તમે જાણો છો કે દોરડા કૂદ એ માત્ર એક રમત નથી, પરંતુ વેઈટ લૉસથી લઈ સ્ટેમિના વધારવા સુધીની બાબતોમાં અત્યંત ઉપયોગમાં આવે છે?

જી હા, દોરડા કૂદવાની કસરતને એક્સપર્ટ્સ બેસ્ટ કાર્ડિયો એક્સરસાઈઝ તરીકે ગણાવે છે, જેનાથી તમે ઘણા ઝડપથી વેઈટ લોસ કરી શકો છો. જંપિંગ રોપ તરીકે ઓળખાતી આ રમત કાવ્સને તો ટોન કરે જ છે પણ સાથે તમારા ફેંફસાની ક્ષમતામાં પણ વૃદ્ધિ કરે છે.

આ ઉપરાંત રસ્સી કૂદવાથી અત્યંત ઝડપથી વજન ઉતરે છે, પરંતુ તેના માટે તમારે રોજ કૂદવું અત્યંત જરૂરી છે. જોકે જ્યારે તમે દોરડા કૂદવાનું શરૂ કરો ત્યારે તમારા શરીર અને ઉંમરને હિસાબે કૂદવું અને ધ્યાન રાખવું. નહીંતર જોરમાં દોરડું કૂદવા ગયા અને પડ્યા તો મુશ્કેલીમાં મૂકાશો.

નિયમિત દોરડા કૂદવાને કારણે તમારી બેલી ફેટ પણ દૂર થઈ જાય છે અને તમને હ્રદય સંબંધી બીમારીઓથી પણ રક્ષણ આપે છે. તો એને કારણે લોહીનું પરિભ્રમણ સરખી રીતે થાય છે, જેથી તમને સ્ટ્રોક સામે પણ રક્ષણ મળે છે.

આ કસરતનો બીજો ફાયદો એ છે કે જો તમે રસ્સી કૂદતા હો તો તમારે વેઈટ લોસ માટે બીજા કોઈ ડાયેટની જરૂર રહેતી નથી. વળી આ કસરતને કારણે તમારી એકાગ્રતા અને ધીરજમાં પણ ઘણો વધારો થાય છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp