પત્ની જો જાતીય તકલીફ બાબતે ઉહાપોહ કરે તો પતિની સમસ્યા વકરી શકે ખરી

PC: khabarchhe.com

પ્રશ્ન: મેં વાંચ્યા પ્રમાણે પતિની જાતીય તકલીફ બાબતે વધુ પડતી ચિંતા, ફરિયાદ કે ઊહાપોહ કરવા ઠીક નથી. તેનાથી પતિની જાતીય સમસ્યા વધારે વકરી શકે છે. તો શું મારા પતિ વધુ પડતો શરાબ લે, ભાગ્યે જ કામચેષ્ટા કરે અને જયારે કરે ત્યારે બે જ મિનિટ સમાગમ પૂરતા જ નજીક આવે તે વિષે કઈં પગલાં લેવાં કે નહીં? શું તેમ કરવાથી તેમની તકલીફમાં વધારો થઈ જશે?

ઉત્તર: જી ના. કદાચ મારા લખાણના અર્થઘટનનું આપે સરળીકરણ કરી નાખ્યું છે. ઘણી પત્નીઓ વધુ પડતી કચકચ, ઉચાટ કર્યા કરતી હોય છે. તેઓ આક્ષેપોમાંથી ઊંચી નથી આવતી. તો કેટલાક પતિ મહાશયો પણ આરોપ, કકળાટ, માનહાનિ તથા ત્રાસદાયક વર્તન કરતા રહે છે. જેનું કારણ પાર્ટનરની જાતીય ક્ષતિ કે ઊણપ હોય છે. તેઓના કકળાટનું કારણ સાચું ભલે હોય...

કકળાટથી કોઈ સમસ્યા ઉકલતી નથી, બલકે વધી જ જાય છે. તેથી જ મેં તેમ ન કરવા સૂચવ્યું હતું. પણ એનો અર્થ એવો હરગિજ નથી કે, કામજીવનમાં તમારે (કે કોઈપણ વ્યક્તિએ) ગુલામી, પરાધીનતા વહોરી લેવી. જેમ પતિ કે પત્નીની જાતીય ઉણપોથી અકળાઈને ફરિયાદો કર્યા કરવી ઠીક નથી, તે જ રીતે આવી ઊણપોને વર્ષો સુધી 'એ તો નસીબ મારાં' એમ સમજીને મુંગે મોઢે સહન કર્યા કરવું ય ઠીક નથી. આક્ષેપો અને વધુ પડતી ફરિયાદોમાં સંબંધો કથળવાનું 

અને સરવાળે કામજીવન બગડવાનું જોખમ રહેલું છે. તો સામે છેડે પતિ કે પત્નીની અસામાન્ય જાતીય વર્તણૂકોને બેરોકટોક ચલાવી લેવાની વૃત્તિ ય ઠીક નથી. આ સમયે સ્વસ્થ સંવાદ, મનમેળ, સમજ અને યોગ્ય સારવાર એ જ શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp