કુમારસ્વામીની પત્ની નથી રાધિકા, તો પછી શું છે બંને વચ્ચે સંબંધ

PC: facebook.com/OfficialRadhikaKumarswamy

હાલમાં સોશિયલ મીડિયા પર કન્નડ એક્ટ્રેસ રાધિકા અને એચડી કુમારસ્વામીના સંબંધને લઈને ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. બંનેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. લગભગ 10 વર્ષ સુધી સાથે રહ્યા બાદ રાધિકા અને કુમારસ્વામી 2 વર્ષ પહેલા જ અલગ થઈ ગયા છે, જે ઘણા ઓછા લોકોને ખબર હશે. કુમારસ્વામી બુધવારે 4.30 કલાકે કર્ણાટકના CM પદે શપથ લેવાના છે, ત્યારે રાધિકા અને કુમારસ્વામીના સંબંધો વિશે જાણીએ.

રિપોર્ટ્સ મુજબ રાધિકાએ 2006મા કુમારસ્વામી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્નને તેમણે ક્યારેય સાર્વજનિક રીતે નહોતા સ્વીકાર્યા. જો કે 2010મા રાધિકાએ પોતાના લગ્નનો સ્વીકાર કર્યો હતો અને કહેવાય છે કે, રાધિકાની એક દીકરી પણ છે, તેના અંગે તે કંઈ કહેવા નથી માંગતી. આ લગ્નનો મામલો હાઇકોર્ટમાં પણ ગયો હતો, પરંતુ હાઇકોર્ટે એવું કહીને આ અરજી ફગાવી દીધી હતી કે, કુમારસ્વામીના લગ્નના પર્યાપ્ત પુરાવા નથી. કુમારસ્વામીએ 1986મા અનિતા સાથે પહેલા લગ્ન કર્યા હતા.

 

Follow me for pics 🤗

A post shared by Radhika Kumaraswamy (@radhika_kumaraswamy) on

 

Family😊😊

A post shared by Radhika Kumaraswamy (@radhika_kumaraswamy) on

જણાવી દઈએ કે રાધિકા કુમારસ્વામી એક્ટર અને પ્રોડ્યુસર તરીકે પણ ઓળખાય છે. તે કન્નડ ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીનું જાણીતું નામ છે. વર્ષ 2006માં તેણે કુમારસ્વામી સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક છોકરી પણ છે, જેનું નામ શમિકા સ્વામી છે.

 

Follow me for more Pic's 🤗

A post shared by Radhika Kumaraswamy (@radhika_kumaraswamy) on

કર્ણાટક ચૂંટણીના રિઝલ્ટ આવ્યા પછીથી કર્ણાટક ઈલેક્શન 2018 સતત ટોપ ટ્રેન્ડમાં છે. તે દરમિયાન અનપેક્ષિત રીતે રાધિકા કુમારસ્વામી પણ ટોપ ટ્રેન્ડમાં આવી ગઈ છે. લોકો તેને સર્ચ કરીને તેના અંગે વધુ જાણકારી મેળવવાની કોશિશમાં લાગ્યા છે.

 

Happy Sunday ♥♥♥♥ #NimmaRadhikaKumarswamy ⭐⭐💞

A post shared by Radhika Kumarswamy (@radhika_kumarswamy) on

રાધિકા 14 વર્ષની ઉંમરથી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીમાં કામ કરી રહી છે. તેના પહેલા લગ્ન રતન કુમાર સાથે થયા હતા, પરંતુ આ લગ્ન ઘણા વિવાદોમાં રહ્યા હતા. રાધઇકાના માતાપિતાએ રતન કુમાર પર વિવિધ આરોપો પણ લગાવ્યા હતા. જેની વચ્ચે 2002માં તેનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું હતું.

તેના પછી ઘણા વર્ષો સુધી રાધિકા લાઈમ લાઈટ દૂર રહી હતી. વર્ષ 2010માં તેણે દાવો કર્યો હતો કે એચડી કુમારસ્વામીએ તેની સાથે લગ્ન કરી લીધા છે. પરંતુ રાધિકાના કહેવા પ્રમાણે 2006માં તેમણે લગ્ન કર્યા હતા. 2012માં તેણે પોતાની પહેલી ફિલ્મ લકીને પ્રોડ્યુસ કરી હતી.

 

Good Night All

A post shared by Radhika Kumaraswamy (@radhika_kumaraswamy) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp