5 વર્ષના બાળકે ભૂલથી તોડી મૂર્તિ, આપવા પડશે 90 લાખ રૂપિયા

PC: foxnews.com

કેન્સાસમાં રહેતી એક મહિલાનું કહેવું છે કે તેના પાંચ વર્ષના બાળક દ્વારા ભૂલથી તૂટેલી મૂર્તિના વળતર પેટે એક વિમા કંપનીએ તેના પરિવાર પર 1 લાખ 32 હજાર અમેરિકન ડોલરનો દાવો કર્યો છે.

સારા ગુડમેને જણાવ્યું હતું કે આ ઘટના ગયા મહિને ઓવરલેન્ડ પાર્કના ટોમહોક રિજ કમ્યુનિટી સેન્ટરમાં તે સમયે થઈ હતી જ્યારે તેમનો પરિવાર એક લગ્નના રિસેપ્શનમાં હાજરી આપવા ગયો હતો. ગુડમેનનું કહેવું છે કે તેમણે મૂર્તિને જમીન પર પડતા નથી જોઈ પરંતુ જ્યારે તે પડી તો તેના પુત્રને સાધારણ ઈજા થઈ અહ્તી.

તેણે જણાવ્યું હતું કે ભીડભાડવાળી જગ્યા પર આ મૂર્તિને કોઈ પણ સુરક્ષા વિના મૂકવામાં આવી હતી. તે પોતાના પુત્રની દેખરેખ રાખી રહી હતી. તેના તરફથી કોઈ બેદરકારી નથી થઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp