ચાર વાર ટ્રાય કરવાથી એક વાર લાગશે 104માં ફોન

થોડા સમય પહેલા રાજ્ય સરકારે એક સેવાનો આરંભ કર્યો હતો જે હતી 104ની સેવા. જીહાં, આ સેવાના કારણે આપણ પોતાનો બ્લડ રીપોર્ટ જલ્દીમાં જલ્દી પહોંચાડવામાં આવશે. પરંતુ તકલીફની વાત એ છે કે આપણે જ્યારે 104 પર ચાર થી પાંચવાર ફોન કરીએ ત્યારે એકવાર ફોન લાગે છે અને પછી આપણી પાસેથી વિગત લેવામાં આવે છે. આપને જણાવી દઇએ કે આ નંબર પર ફોન કરશો તો તે નંબર પરથી આવેલ પેરામેડીકલ સ્ટાફ આવીને તમારા લોહીનું સેમ્પલ લઇ જશે અને બને તેટલું જલ્દી પરીક્ષણ કરીને આપની પાસે રિપોર્ટ લાવશે.

 આ અંગે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ Khabarchhe.com સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, આ પાયલટ પ્રોજેક્ટ અમે છ મહિના પહેલા ચાલુ કર્યો હતો જેમાં અલગ અલગ ગામડાઓ અને શહેરોમાં 104ના હેલ્થ વર્કરો તમારા ઘરે આવીને લોહીના સેમ્પલ લઇ જશે અને તેનો રીપોર્ટ ફ્રીઓફ ચાર્જ આપને મોકલાવશે.

જ્યારે Khabarchhe.com દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ નંબર પર ફોન લગાવતા લાગતા નથી ત્યારે તેઓએ પ્રત્યોત્તુરમાં જણાવ્યુ હતુ કે આપ લગાવ્યા રાખો લાગી જશે. આ નંબર ચાલુ જ છે અને આ સેવા ગાંધીનગરથી દરેક શહેરમાં કાર્યરત છે.

અમારા દ્વારા ચારવાર ટ્રાય કરવામાં આવી આ નંબર પર પહેલા મ્યુઝિક જ વાગે પછી ચોથી ટ્રાયલે ફોન કનેક્ટ થઇને આપણને આ સેવાનો લાભ મળે છે. આ સેવા સારી છે પરંતુ આ સેવા હાલ માત્ર મેલેરીયાના રીપોર્ટ માટે જ કાર્ય કરી રહી છે. બાકી કોઇપણ રીપોર્ટ તમે આ સેવા પરથી નહીં કરાવી શકો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp