IPLમા RCB સામેની મેચમાં આ વાતને લઈને નારાજ થયો રસેલ

PC: newsapi.com.au

IPLની 12મી સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે 10 રનથી હારનો સામનો કરવો પડ્યો. આંદ્રે રસલે 25 બોલમાં 65 રન માર્યા હતા, પરંતુ તે ટીમને જીત ન અપાવી શક્યો. મેચ બાદ રસેલ એ વાતથી નાખુશ હતો કે, તેને બેટિંગ ઓર્ડરમાં આટલો નીચે શા માટે મોકલવામાં આવ્યો.

જીતવા માટે 214 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી KKRની શરૂઆત ખરાબ રહી. ટીમે પાંચ ઓવરની અંદર 33 રન પર 3 વિકેટ ગુમાવી દીધી અને પછી રોબિન ઉથપ્પાએ 20 બોલમાં માત્ર 9 રન બનાવીને ટીમ માટે મુશ્કેલી ઊભી કરી દીધી હતી. એવામાં જ્યારે રસેલ બેટિંગ કરવા માટે આવ્યો ત્યારે ટીમને જીતવા માટે 49 બોલમાં 135 રનની જરૂર હતી, પરંતુ વેસ્ટઈન્ડિઝના આ પાવર હિટરે છેલ્લી ઓવર સુધી ટીમની જીતવાની આશા જીવંત રાખી હતી. તેણે 9 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 25 બોલમાં 65 રન બનાવ્યા હતા.

મેચ બાદ કહ્યું હતું કે, માત્ર 10 રનથી હારવું એ નિરાશાજનક છે, અમે જીતથી માત્ર બે શોટ દૂર રહી ગયા. જો અમે વચ્ચેની ઓવરોમાં થોડાં રન બનાવ્યા હોત તો કદાચ થોડી બોલ બાકી રહેતા જ અમે જીતી જતે. રસેલે ટીમની હાર અંગે કહ્યું હતું કે, મને એવું લાગે છે કે મને ચોથા નંબર પર મોકલવો જોઈતો હતો. ઘણીવાર તમારે તેને માટે ફ્લેક્સિબલ બનવું પડે. જો તમે અમારી ટીમનું કોમ્બિનેશન જુઓ તો મને ચોથા નંબર પર બેટિંગ કરવામાં કોઈ જ વાંધો નથી. રસેલે કહ્યું હતું કે, હું ક્રિઝ પર હોઉં ત્યારે વિરાટ કોહલી મને આઉટ કરવા માટે પોતાની ટીમના શ્રેષ્ઠ બોલર્સનો ઉપયોગ કરતે અને છેલ્લી ઓવરોમાં તેમની ઓછી ઓવરો બચતે અને ટીમ માટે રન ચેઝ કરવા સરળ બની જતે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp