જાણો કેટલી ફી ચાર્જ કરે છે ઈન્ડિયન આઈડોલના જજ નેહા, વિશાલ અને હિમેશ રેશમિયા

PC: instagram.com

ઈન્ડિયન આઈડલ 12 હાલમાં ટેલિવિઝન પર સૌથી સફળ રહેલો રિયાલિટી શોમાંનો એક છે. આ શોએ દર્શકોને એ આર રહેમાન, જયા પ્રદા, આનંદજી, જિતેન્દ્ર, એક્તા કપૂર, ધર્મેન્દ્ર, હેમા માલિની, રેખા અને નીતુ કપૂર સહિત ઘણા જાણીતા સિલેબ્સ મહેમાનો સાથે જોડેલા રાખ્યા છે. શોના કન્ટેસ્ટન્ટ જેવા અરુણિતા કાંજીલાલ, પવનદીપ રાજન, સવાઈ ભટ્ટ અને અન્યએ પોતાના સુરીલા અને ઈમોશનલ અવાજથી ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે. શોના બધા કન્ટેસ્ટન્ટ શરૂઆતથી જ બધાનું દિલ જીતતા જોવા મળી રહ્યા છે.

શોના હાલમાં ચાલી રહેલી સીઝનને સિંગર આદિત્ય નારાયણ હોસ્ટ કરી રહ્યો છે અને તે પણ પોતાની હોસ્ટિંગથી જજ પેનલની સાથે દર્શકોનું દિલ જીતી રહ્યો છે. આ શોને શરૂઆતથી નેહા કક્કર, વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા જજ કરી રહ્યા છે. જો આ જજની ફીની વાત કરીએ તો બોલિવુડ લાઈફ પ્રમાણે, નેહા ત્રણેય જજમાંની એવી જજ છે, જે એક એપિસોડના સૌથી વધુ પૈસા ચાર્જ કરે છે. તમને જણાવી દઈએ કે નેહા કક્કર ઈન્ડિયન આઈડોલના એક એપિસોડના પાંચ લાખ રૂપિયા વસુલ કરે છે.

 
 
 
View this post on Instagram

A post shared by VISHAL (@vishaldadlani)

જો વિશાલ દદલાનીની વાત કરીએ તો તે પોતાના મજાકથી સૌને ખુશ કરતા જોવા મળે છે. તે એક એપિસોડના 4.5 લાખ રૂપિયા વસુલ કરે છે. જ્યારે તેરા તેરા સુરૂર ગીતના ગાયક એવા હિમેશ રેશમિયા એક એપિસોડના 4 લાખ રૂપિયા વસુલે છે. જ્યારે શોના હોસ્ટ એવો આદિત્ય નારાયણ એક એપિસોડના 2.5 લાખ રૂપિયા વસુલ કરે છે. જોકે શોમાં કોવિડ-19 મહામારીને લીધે છેલ્લા કેટલાંક અઠવાડિયામાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. હવે મળેલી ખબર પ્રમાણે જજ નેહા કક્કડ અને હિમેશ રેશમિયાએ શૂટિંગ ફરીથી શરૂ કરી દીધું છે અને તે જલદીથી શોમાં જોવા મળશે.

 
 
 
View this post on Instagram

A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar)

મુંબઈમાં કોરોના વાયરસની મહામારીને લીધે લોકડાઉન હોવાથી ફિલ્મ સીટીમાં શૂટિંગ ન કરી શકવાને કારણે શોના પ્રોડ્યુસર્સ શોને દમણમાં શૂટ કરી રહ્યા છે. થોડા સમય પહેલા શોના હોસ્ટ આદિત્ય નારાયણ કોરોના સંક્રમિત થઈ ગયો હતો અને તેણ હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું. ગયા અઠવાડિયે આ શોને સિંગર અનુ મલિક અને મનોજ મુન્તાશિરે જજ કર્યો હતો. આ ટેલિવિઝન પરનો સૌથી જૂનો સિંગીંગ રિયાલીટી શો પણ કહી શકાય છે અને આ શોમાંથી બોલિવુડને ઘણા બધા સારા સિંગર મળ્યા છે, જેમાની એક નેહા કક્કર પોતે છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp