સ્માર્ટફોનની મદદથી આ રીતે 20 ડૂબતા લોકોને બચાવી લેવાયા

PC: timeincuk.net

સ્માર્ટફોને ફરી એક વાર લોકોનું જીવન બચાવી લીધું છે. ફોને એક-બે નહીં પરંતુ 20 લોકોને બચાવવામાં મદદ કરી છે . અહીં 20 લોકો એક બોટ પર જતા હતા અને એ સમયે જ હોડી પલટી મારી ગઇ હતી. બોટના મોટાભાગના લોકોના મોબાઇલ પલળી જવાથી બંધ થઇ ગયા હતા અને મોબાઇલ ફોને કામ કરવાનું બંધ કરી દીધું. સારી વાત એ હતી કે પાણીમાં ડૂબી ગયો હોવા છતાં એક વ્યક્તિનો ફોન કામ કરતો હતો. આ ફોનને લીધે બચાવ ટીમ 20 લોકો સુધી પહોંચવામાં સફળ રહી છે અને સ્થાનિર વહીવટ તંત્રએ તેમને બચાવી લીધાં હતા. આ કેસ ફિલિપાઇન્સનો છે.

મુશ્કેલીમાં ફસાયેલા લોકોને બે વર્ષ જુનો સેમસંગ ગેલેક્સી S8 સ્માર્ટફોનની મદદથી બચાવવામાં આવ્યા હતા. જો કે, આ સ્માર્ટફોન ખાસ SOS સુવિધા ઓફર કરતું નથી, પરંતુ તે IP68 વોટર રેઝિસ્ટન્ટ સ્માર્ટફોન છે. આ કારણે, પાણીમાં ડૂબી ગયો હોવા છતાં, આ સ્માર્ટફોન યોગ્ય રીતે કામ કરી રહ્યો હતો. ફિલિપાઇન્સમાં બોટમાં 16 વિદેશીઓ અને 4 સ્થાનિક લોકો હતા. તેઓ બધાં આઈલેન્ડ જઇ રહ્યા હતા પરંતુ કે અચાનક હોડી પલટી ગઈ હતી.

સેમસંગ ગેલેક્સી S8 સ્માર્ટફોન કૅનેડાના જિમ ઇમ્ડ્ડીનો હતો. ફસાયેલા લોકોએ આ સ્માર્ટફોન દ્વારા મદદ માંગી અને બચાવ ટીમમાં સ્માર્ટફોનના GPSસ ફંક્શન સાથે તેમનું સ્થાન શેર કર્યું. ઇમ્ડીએ કહ્યું, તે મુશ્કેલ પરિસ્થિતિમાં ફક્ત મારા સેમસંગ ગેલેક્સી S8 સ્માર્ટફોન કામ કરી રહ્યો હતો. આ સહાયથી અમે રેસ્ક્યૂ ટીમ સાથે જોડાઈ ગયા અને સલામત રીતે પહોંચ્યા ત્યાં સુધી મોબાઇલ ચાલુ રાખ્યો હતો. આ સ્માર્ટફોન અમારી અપેક્ષાઓથી વધારે ચાલ્યો હતો. આવી એક અન્ય ઘટનામાં એક આઇફોનએ જાપાનના ઑકીનાવા કિનારે આઠ જીંદગી બચાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp