હરાવવાની BJP નેતાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ બાબતે જાણો કુંવરજી બાવળીયાએ શું કહ્યુ

PC: khabarchhe.com

જસદણના કુંવરજી બાવળિયાને કથિત રીતે હરાવી રહેલા ભાજપના નેતાની ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપથી જસદણના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કુંવરજી બાવળિયાને હરાવવામાં ભાજપના એક નેતાની મુખ્ય ભૂમિકા હોવાનું ઓડિયો ક્લિપમાં બહાર આવ્યું છે. આ ઓડિયો ક્લિપ BJP નેતા ગજેન્દ્ર રામાણીની હોવાનું પણ બાવળીયા કહી રહ્યા છે. આ મામલે BJP ધારાસભ્ય બાવળીયાની પણ પ્રતિક્રીયા સામે આવી છે.

ચૂંટણી બાદ વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં કુંવરજી બાવળિયાએ ભાજપના નેતા પર ગંભીર આક્ષેપો કર્યા છે. ગજેન્દ્ર રામાણી પર આરોપ લગાવતા કહ્યું કે, ગજેન્દ્ર રામાણીએ ચૂંટણીમાં મારી સામે ખુલ્લેઆમ કામ કર્યું છે.

ગજેન્દ્ર રામાણીની ગેંગ જય ભોલેનાથ મારી વિરુદ્ધ સાંકેતિક ભાષામાં કામ કરી રહી છે અને કોંગ્રેસને મદદ કરી છે. અગાઉ પણ મેં મારી વિરુદ્ધ કામ કરવાની વાત રજૂ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે હું ઓડિયો ક્લિપ ભાજપ હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરીશ.

મારા વિરુદ્ધ કામ કરતા હોવાથી હું આ રજૂઆત કરીશ. ગજેન્દ્ર રમાણીવાળી ટોળકી બીજા સભ્યો અને 5 જેટલા લોકો મતદાનની પ્રક્રીયા અને પહેલા પણ ખુલ્લેઆમ પાર્ટીની વિરુદ્ધમાં સાંકેતીક ભાષામાં વાતો કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp