બાપુએ યાદી જાહેર કર્યા વગર કેટલા ઉમેદવારને ચૂંટણી લડવાનો આપ્યો આદેશ જાણો

PC: facebook.com/ShankersinhVaghela

હજી થોડા મહિના સુધી ગુજરાતના રાજકારણની ચર્ચા નીકળે ત્યારે કોઈ પણ રાજકારણી શંકરસિંહ વાઘેલાની અવગણના કરી શકે તેવી સ્થિતિ નહોતો, પણ આજે સ્થિતિ એવી નિર્માણ થઈ કે ગુજરાતના રાજકારણમાં શંકરસિહ વાઘેલા અસ્તિત્વ નોંધ સુદ્ધા કોઈ લેતુ નથી. હમણાં સુધી જે શંકરસિંહ વાઘેલા મીડિયા માટે પણ મહત્ત્વના  હતા, તેઓ પણ હવે તેમને ભૂલી ગયા છે. ચૂંટણીના પહેલા તબ્બકા માટે ભાજપ કોંગ્રેસ તેમના ઉમેદવારની  યાદી જાહેર કરવાની બબાલમાં હતા, ત્યારે બાપુએ શનિવારના રોજ પોતાના 70 જેટલાં ઉમેદવારને ચૂંટણી લડવાનો સત્તાવાર આદેશ મોકલી આપ્યો છે.

ભાજપ અને કોંગ્રેસ કોને ટિકિટ આપી રહ્યુ છે. તેની બધા ઉત્સુકતાપુર્વક રાહ જોઈ રહ્યા હતા, ત્યારે બંને પક્ષોના ટિકિટ વાંચ્છુઓ ટિકિટ લેવા માટે તમામ પ્રકારના દબાણ લાવી રહ્યા હતા, તેના કરતા વિપરીત બાપુના જનવિકલ્પની હતી, બાપુને  ત્યાં ટિકિટ લેવા માટે કોઈએ દબાણ કરવાનું નહોતુ, કારણ બાપુ પોતાના જનવિકલ્પની ટિકિટ લેવા માટે કોઈ ઉમેદવાર આવે તેની રાહ જોઈ બેઠા હતા. બાપુ કેટલાં અને કયાંથી ઉમેદવાર ઉભા રાખશે તેની ઉત્સુકતા પત્રકારોને પણ નહોતી, જેના કારણે શનિવારના રોજ બાપુ દ્વારા પહેલા તબ્બકાની ચૂંટણી માટે 70 જેટલાં ઉમેદવારને ચૂંટણી લડવાનો આદેશ આપ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાપુની 70 ઉમેદવારમાં બાપુ પાસે સમખાવા પૂરતું પણ એક મોટુ નામ નહીં હોવાને કારણે બાપુએ ઉમેદવારીનો યાદી જાહેર કર્યા વગર જે તે ઉમેદવારને ટ્રેક્ટરના નિશાન ઉપર ચૂંટણી લડવાનો આદેશ આપી દીધો છે. બાપુના આ ઉમેદવારમાં કોર્પોરેશનની ચૂંટણી હારી ગયા હોય તેવા ઉમેદવારને પોતાની પક્ષમાંથી વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હોવાના દાખલા છે.

(પ્રશાંત દયાળ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp