કોહલીએ કરી દીધી સ્પષ્ટતા કોણ કરશે ન્યૂઝીલેન્ડ સીરિઝમાં વિકેટકીપિંગ

PC: tosshub.com

ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે પાંચ મેચોની T20 સીરિઝની પહેલી મેચ ઓકલેન્ડમાં 24 જાન્યુઆરીએ રમાવાની છે. આ મેચ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સ્પષ્ટ કરી દીધું છે કે, કે. એલ. રાહુલ જ T20 સીરિઝમાં ઓપનિંગ કરશે અને વિકેટકીપિંગની જવાબદારી પણ તેની પાસે જ રહેશે. T20 સીરિઝમાં કે. એલ. રાહુલ જ રોહિત શર્માની સાથે ઓપનિંગ કરશે, જ્યારે વિકેટકીપિંગની કમાન પણ તે જ સંભાળશે. જો કે. એલ. રાહુલ T20 અને વનડે સીરિઝમાં વિકેટકીપિંગ કરશે તો પછી બેટ્સમેન તરીકે પંતની ટીમ ઈન્ડિયામાં જગ્યા અનિશ્ચિત છે.

વિરાટ કોહલીએ કહ્યું હતું કે, વિકેટકીપિંગમાં સારા પ્રદર્શનથી કે. એલ. રાહુલ નવું સમીકરણ સામે લાવ્યો છે, જેને કારણે અમને વધુ સારી સંતુલિત ટીમ બનાવવાની તક મળી છે. તેનો મતલબ એ કે અમે વધારાના બેટ્સમેનને રમાડી શકીએ છીએ. હાલ અમે આને જ કાયમ રાખવા માગીએ છીએ. એવામાં રિષભ પંતના ભવિષ્ય પર સવાલ ઊભા થયા છે. વિરાટે કહ્યું કે, હું જાણું છું કે, હવે આ પ્રકારની વાતો આવશે કે બીજા ખેલાડીઓનું શું થશે. પરંતુ અમારા માટે સૌથી જરૂરી બાબત એ છે કે, ટીમની જરૂરિયાત શું છે અને અમે એક સર્વશ્રેષ્ઠ ટીમ બનાવવા માટે સંયોજન બનાવી શકીએ છીએ.

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ માત્ર T20 સીરિઝ જ નહીં, જો વિરાટ કોહલીનું માનીએ તો વનડે સીરિઝમાં પણ કે. એલ. રાહુલ જ વિકેટકીપિંગ કરશે. વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં આ વાતના સંકેત આપીને સ્પષ્ટ કરી દીધું છે કે, રિષભ પંત માટે આગળની રાહ ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. ત્યાં સુધી કે તેના ઓસ્ટ્રેલિયામાં રમાનારા T20 વર્લ્ડ કપમાં જવાની સંભાવનાઓ પણ સતત ઓછી થતી જઈ રહી છે.

વિરાટ કોહલીએ પ્રેસ કોન્ફરન્સમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રાજકોટમાં રમાયેલી વનડેને લઈને સંકેત આપ્યા છે કે, તે જ મેચની જેમ વનડેમાં પણ વિકેટકીપિંગની જવાબદારી કે. એલ. રાહુલને જ આપવામાં આવી શકે છે. જોકે, તેણે એ પણ સંકેત આપ્યા છે કે, રાહુલ વનડે સીરિઝમાં ઓપનિંગ નહીં કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp