પાકિસ્તાની સેનાએ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં કરી ગોળીબારી, 1 જવાન શહીદ

PC: twitter.com/

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ બોખલાયેલા પાકિસ્તાને બોર્ડર પર પણ પોતાની નફ્ફટાઇ ચાલુ રાખી છે. પાકિસ્તાન સતત સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. હાલમાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.

પાકિસ્તાન સેનાએ શનિવારના રોજ સવારે સાડા છ વાગ્યે બોર્ડર લાઇન પર ગોળાબારી કરી હતી અને મોર્ટારથી ગોળા પણ ફેંક્યા હતા, જેનો ભારતીય સેનાએ કડક જવાબ આપ્યો હતો, પરંતુ આ ઘટનામાં ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો.

શહીદ થયેલો જવાન લાન્સ નાયક સંદીપ થાપા 35 વર્ષનો હતો અને છેલ્લા 15 વર્ષથી તે નોકરી કરી રહ્યો હતો. દેહરાદુનમાં રહેનારો સંદીપ પાકિસ્તાની ગોળીબારીમાં ગંભીરપણે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp