26 જુલાઈએ બાંગ્લાદેશ વિરુદ્ધ છેલ્લી વનડે બાદ મલિંગા લેશે સંન્યાસ

PC: amazonaws.com

શ્રીલંકાના ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ સોમવારે સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્નેએ કહ્યું કે, મલિંગા બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રણ વનડેની સીરિઝની પહેલી મેચ રમશે. તે તેની છેલ્લી વનડે હશે. આ મેચ 26 જુલાઈએ શ્રીલંકાના કોલંબોમાં રમાશે. મલિંગાએ 2011 વર્લ્ડ કપ બાદ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધું હતું.

મલિંગા વનડેમાં શ્રીલંકાનો ત્રીજો સૌથી વધુ 335 વિકેટ લેનારો ખેલાડી છે. તેની આગળ માત્ર મુથૈયા મુરલીધરણ અને ચામિંડા વાસ છે. 35 વર્ષીય મલિંગાએ આ વર્લ્ડ કપમાં શ્રીલંકા તરફથી સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે ટૂર્નામેન્ટની 7 મેચોમાં 13 વિકેટ લીધી હતી. વર્લ્ડ કપમાં શ્રીલંકા 9માંથી 3 મેચ જીતીને છઠ્ઠા નંબર પર રહ્યું હતું.

શ્રીલંકા અને બાંગ્લાદેશની વચ્ચે ત્રણ મેચોની દ્વિપક્ષીય વનડે સીરિઝ 26 જુલાઈથી કોલંબોમાં જ રમાશે. તે પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કરુણારત્નેએ કહ્યું, લસિથે મને કહ્યું છે કે, તે સીરિઝની પહેલી વનડે રમશે અને ત્યારબાદ સંન્યાસ લેશે. મને નથી ખબર કે તેની અને સિલેક્ટર્સ વચ્ચે શું વાતચીત થઈ, પરંતુ તેણે મને માત્ર આટલું જ કહ્યું છે.

 મલિંગાએ અત્યારસુધી 225 વનડેમાં 335 વિકેટ લીધી છે. આ ઉપરાંત, 73 T20માં 97 અને 30 ટેસ્ટમાં 101 વિકેટ લીધી છે. મલિંગાએ વનડે ક્રિકેટમાં UAE ટીમ વિરુદ્ધ 17 જુલાઈ, 2004માં ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં મલિંગાએ એક વિકેટ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp