પપ્પાની લાડકીએ કહ્યું, 'પપ્પા હું બારીમાંથી કૂદી જાવ છું પછી થયો ફોન કટ'

PC: youtube.com

ગઈ કાલે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી તક્ષશીલા બિલ્ડિંગમાં બનેલી આગની ઘટનામાં 23 બાળકોના મોત નીપજ્યા હતા, આ દિવસને લોકો કાળો દિવસ પણ કહી રહ્યા છે. કારણે કે, જે માતા-પિતાએ બાળકોને ઉજવળ ભવિષ્ય માટે ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરવા માટે મોકલ્યા હતા પણ તેમનું બાળક જીવતું પરત ન ફર્યું. જે બાળકોનાં મોત થયા છે, તેમાં વિદ્યાર્થીનીઓની સંખ્યા વધારે હતી. આગની ઘટના સમયે 16 વર્ષની એક પપ્પાની લાડકીએ પપ્પા સાથે છેલ્લી વાર ફોન કરીને કહ્યું પાપા હું બારી પરથી કુદવા જાવ છું અને પછી આ લાડકીનો ભડથું થયેલો મૃતદેહ મળ્યો.

એક રીપોર્ટ અનુસાર જે સમયે આગ લાગી હતી ત્યારે 16 વર્ષની ક્રિષ્ના ભિકડીયાએ તેના પિતાને ફોન કરીને કહ્યું કે, પપ્પા અમારે ત્યાં આગ લાગી છે અને સૌથી પહેલા અમારો દાદરો બળીને ખાખ થઇ ગયો છે, કારણ કે, અમારા દાદર લાકડાના હતા. પપ્પા બધા છોકરાઓ બારીમાંથી કુદીને નીજે જવાની કોશિશ કરે છે. હું પણ બારીમાંથી કુદવા જાવ છું જીવ બચાવવાની કોશિશ કરીશ. એટલું કહીને ક્રિષ્નાનો ફોન કપાઈ હતો.

લાડકી દીકરીની આ વાત સાંભળીને પિતા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા ત્યારે પિતાને ખબર પડીને આગમાં મૃત્યુ પામેલા અને ઉપરથી કૂદેલા વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે, પુત્રીની શોધમાં પિતાને કઈ સુજતુ ન હતું કે, કઈ હોસ્પિટલમાં જવું કોને પૂછપરછ કરવી. જેના કારણે પિતાએ દીકરીને બીજાવાર ફોન કર્યો ત્યારે દીકરીની જગ્યા પર કોઈ અન્ય પુરુષે ફોન ઉપાડ્યો ત્યાએ પિતાએ કહ્યું કરગરા અવાજમાં કહ્યું હું ક્રિષ્ના ભિકડીયાને શોધું ત્યારે સામેના વ્યક્તિએ કહ્યું તમે સ્મીમેર હોસ્પિટલમાં આવી જાવ અહીં તક્ષશિલાની આગમાંથી ભડથું થયેલી બોડી આવી છે, તેની પાસેથી મને આ ફોન મળ્યો છે. ત્યારે ક્રિષ્નાના પિતા સ્મીમેર હોસ્પિટલમાં પહોંચ્યા અને ત્યાંના દૃશ્યો જોઈને ભાંગી પડ્યા અને રડવા લાગ્યા.

કારણ કે, જેટલા પણ પરિવારજનો પોતાના બાળકોની શોધખોળ કરી રહ્યા હતા, તે લોકો કેટલાક બાળકોની હાથની ઘડિયાળ પરથી ઓળખતા હતા તો કેટલાક પરિવારજનો હાથમાં બાંધેલા બેલ્ટ અને વીટીથી ઓળખતા હતા. થોડા જ કલાક પહેલા જે દીકરી ખુશી ખુશી ઘરેથી નીકળી હતી તે જ દીકરીના મોતના સમાચારથી હસતા રમતા પરિવાર પર અચાનક આભ તૂટી પડ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp