જાણો ઈતિહાસમાં 24 માર્ચનું મહત્ત્વ

PC: tribune.com

24 માર્ચનો દિવસ એટલે વર્લ્ડ ટ્યૂબરક્યુલોસીસ (TB) ડે. વર્ષ 1882મા આજના દિવસે જર્મન વૈજ્ઞાનિક ડો.રોબર્ટ કોચે આ બીમારીની શોધ કરી હતી. પાછળથી તેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. TBના સૌથી વધુ દર્દીઓ ભારતમાં છે. દુનિયામાં TBથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા લગભગ 13 લાખની આસપાસ છે.

2008મા આજના દિવસે ભૂટાન સત્તાવાર રીતે લોકતંત્ર જાહેર થયું હતું. ભૂટાનમા હજારો વર્ષોની રાજાશાહી પછી પહેલીવાર 2008મા મતદાન થયું હતું. તેમાં ખાસ વાત એ હતી કે ભૂટાનના રાજાએ સામે ચાલીને મતદાન કરાવ્યુ હતું. ભૂટાનના લોકોની ખાસ વાત એ છે કે ભૂટાનના દરેક લોકો નવા વર્ષે પોતાનો જન્મ દિવસ એક સાથે ઉજવે છે.

1958મા આજે વિશ્વપ્રસિદ્ધ સિંગર એલ્વિસ પ્રેસ્લી અમેરિકન સેનામાં ભરતી થયા હતા. બે વર્ષ પછી 1960માં તેમણે જોબ છોડી દીધી હતી. 1977મા માત્ર 46 વર્ષની નાની ઉમરે તેમનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું.

1979મા આજના દિવસે ઇમરાન હાશ્મીનો જન્મ થયો હતો. તેમણે તેમની કારકિર્દી દરમિયાન 3 ફિલ્મફેર ઍૅવોર્ડમાં નોમીનેશન મેળવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp